Get The App

પિકનિક જતા ભાઈને મુકવા આવેલી બહેનનું સ્કૂલબસની અડફેટે મોત

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
પિકનિક જતા ભાઈને મુકવા આવેલી બહેનનું સ્કૂલબસની અડફેટે મોત 1 - image


ડ્રાઈવરે બસ રિવર્સમાં લીધી, યુવતી સેલ્ફી લઈ રહી હોવાનો દાવો

5માં ધોરણાં ભણતા ભાઈને મુકવા આવેલી 19 વર્ષની બહેન રિદ્ધિ બસ અને સ્કૂલ ગેટ વચ્ચે દબાઈ ગઈ

મુંબઇ :  વિરારમાં પિકનિકમાં જઇ રહેલા નાનાભાઇને સ્કૂલમાં મૂકવા  આવેલી બહેનનું શાળાના પરિસરમાં જ રિવર્સમાં આવતી સ્કૂલ બસની અડફેટે મોત થયું હતું.  પોલીસે કેસ નોંધી આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી હતી. બીજી તરફ આ ઘટના બની ત્યારે યુવતી સેલ્ફી લઇ રહી હોવાની ચર્ચા થઇ રહી હતી. જ્યારે  ડ્રાઇવરે ખાડાને લીધે બસ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનો દાવો કર્યો હતો. બસની અથડાપણથી દીવાલ તૂટી પડતા પણ યુવતીને ઇજા થઇ હોવાનું કહેવાય છે.

વિરાર પોલીસે કેસ નોંધી મામલાની વધુ તપાસ આદરી છે. વિરારની નરસિંમ્હા ગોવિંદ વર્તક (એનજીવી) સ્કૂલના વિદ્યાર્થીઓ ગઇકાલે ઘાટકોપરમાં તેમની પિકનિક માટે જવાની તૈયારી કરી રહ્યા હતા. મૃતક સિદ્ધિ (ઉ.વ.૧૯) તેના પાંચમાં ધોરણમાં ભણતા નાના ભાઇને પિકનિક માટે સ્કૂલમાં મૂકવા આવી હતી.

 રમ્યાન ડ્રાઇવરે અચાનક બસ રિવર્સમાં લેતા સિદ્ધિ બસ અને સ્કૂલના ગેટ વચ્ચે  બાઇ ગઇ હતી. તેને ગંભીર ઇજા થતા અન્ય વાલીઓ અને રાહ ારીઓ હોસ્પિટલમાં લઇ ગયા હતા પણ સિદ્ધિનું મોત નિપજ્યું હતું.

સ્કૂલના સત્તાવાળાઓએ કથિત રીતે  સિદ્ધિના પરિવારને અકસ્માત વિશે જાણ ન કરી હોવાનું કહેવાય છે.

મૃતક યુવતીના પિતા મુંબઇ પોલીસના નાયગાવ લોકલ આર્મ્સ વિભાગના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

વિરાર પોલીસે બસ ડ્રાઇવર રોહન સાળવી (ઉ.વ.૨૪) સામે કલમ ૩૦૪ (એ) હેઠળ કેસ નોંધી તેની ધરપકડ કરી હતી.



Google NewsGoogle News