સાયન રેલવે બ્રિજ આખરે બંધ, 2 વર્ષ સુધી ટ્રાફિકની અંધાધૂંધી રહેશે

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
સાયન   રેલવે બ્રિજ આખરે  બંધ, 2   વર્ષ સુધી ટ્રાફિકની અંધાધૂંધી રહેશે 1 - image


ટ્રાફિક પોલીસે વૈકલ્પિક માર્ગો માટે જાહેરનામું પ્રગટ કર્યું

પુલ તોડી પાડવામાં 6 મહિના અને પુનઃ નિર્માણ માટે દોઢ વર્ષ લાગશે, ગોખલે બ્રિજના અનુભવને જોતાં સમયસર બ્રિજ પૂર્ણ થવા વિશે આશંકા

મુંબઇ  :  સાયનનો ૧૧૦ વર્ષ જૂનો રેલવે પુલ નબળો પડી જતા તેને તોડી પાડી નવા પુલના પુનનિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું છે.   આ અગાઉ અનેક મુદ્દતો પડયા બાદ આખરે બુધવાર મધરાતથી તેને ટ્રાફિક માટે બંધ કરી દેવાની જાહેરાત થઈ હતી.  આ બ્રિજના વિકલ્પે મુંબઇ ટ્રાફિક પોલીસે અનેક ડાઈવર્ઝન જાહેર કર્યાં છે. જોકે, હવે સમગ્ર સાયન, માટુંગા ,ધારાવી, ચેમ્બુર વિસ્તાર સુધી આ બ્રિજના અભાવે ટ્રાફિકની અંધાધૂંધી સર્જાયેલી રહેશે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે. 

રેલવે દ્વારા છ મહિના સુધી આ બ્રિજને તોડી પાડવાની કામગીરી હાથ ધરાશે. બાદમાં દોઢ વર્ષ સુધી નવા બ્રિજનું નિર્માણ હાથ ધરવામાં આવશે. 

મુંબઈગરા અગાઉ ગોખલે બ્રિજના અનુભવમાં દાઝી ચૂક્યા છે આથી આ બ્રિજ પણ જુદી જુદી એજન્સીઓએ જાહેર કરેલી ડેડલાઈન પ્રમાણે જ નવો બંધાશે કે કેમ તે અંગે આશંકા સેવાઈ રહી છે. 

બ્રિજને તોડી પાડવા માટે લાંબા સમય પહેલાં ભલામણ છતાં પણ તેમાં અનેક મુદ્દતો પડી હતી. છેવટે ધો. ૧૦-૧૨ની પરીક્ષાનું કારણ આગળ ધરી તે તોડી પાડવાનું મુલત્વી રાખવાની જાહેરાત કરાઈ હતી. હવે આખરે તા. ૨૮મી માર્ચથી સમગ્ર બ્રિજ ટ્રાફિક માટે બંધ રાખવાની આખરી જાહેરાત કરાઈ છે. 

સાયન ઓવરબ્રિજ પશ્ચિમ તરફ બંધ થવાને કારણે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે મુજબ ડૉ. બી.એ. રોડ દક્ષિણ તરફના સાયન જંકશનથી ટ્રાફિક સાયન સર્કલ- સાયન હોસ્પિટલ જંકશનથી જમબો વળાંક લઇ સુલોચના શેટ્ટી રોડ - કુંભારવાડા જંકશનથી વાહનચાલકો તેમના ઇચ્છિત ગંતવ્યસ્થાન તરફ આગળ વધી શકશે.

કુર્લા અને ધારાવી તરફ ઃ કુંભારવાડા જંકશનથી કેકે કૃષ્ણમેનન માર્ગ (૯૦ ફીટ) થઇને અશોક મિલ નાકા તરફ જમણો વળાંક  લઈ સંત રોહિદાસ માર્ગથી પહેલવ ાન નરેશ માને ચોક સુધી જાઓ અને ડાબો વળાંક લઇ ગંતવ્ય સ્થાને પહોંચી શકાશે.

વેસ્ટર્ન એક્સપ્રેસ અને બાંદ્રા તરફ ઃ કુંભારવાડા જંકશનથી કેમકર ચોક થી કેકે કૃષ્ણમેનન માર્ગ (૯૦ ફીટ) રોડ પછી કેમકર ચોકથી સાયન-માહિમ લિંક રોડ પર જમણો વળાંક લેવાનો રહેશે. ે  છેલ્લે કલાનગર જંકશન તરફ-ટી જંકશન પર ડાબો વળાંકલ્યો.

માહિમ તરફ કુંભારવાડા જંકશનથી માટુંગા લેબર કેમ્પ- ટીએચ કટારિયા માર્ગ પર ડાબો વળાંક  લઈ  કુંભારવાડા જંકશન-કેકે કૃષ્ણમેનન માર્ગ રોડ- કેમકરચોક, પછી ડાબો વળાંક લઈ એેસએલ રાહેજા માર્ગનો  ઉપયોગ કરી શકાશે.



Google NewsGoogle News