ગાયક ઉદિત નારાયણે લાઇવ કોન્સર્ટમાં મહિલા પ્રશંસકને ચુંબન કરતા હોબાળો
46 વરસથી બોલીવૂડ સાથે સંકળાયેલો છે અને પોતાની ઇમેજ સારી હોવાની સ્પષ્ટતા કરી
મુંબઇ - ઉદિત નારાયણે લાઇવ કોન્સર્ટમાં મહિલા પ્રશંસકને હોઠ પર કિસ કરતા હોબાળો મચી ગયો છે. સોશયલ મીડિયા પર સિંગરની આ વર્તણૂક પર નિંદા થઇ રહી છે. આ દરમિયાન ઉદિત નારાયણે પોતાના તરફથી સ્પષ્ટતા કરી છે.તેણે કહ્યું હતું કે,મેં કોઇ ખરાબ ઇરાદાથી આમ કર્યું નથી.હું બોલીવૂડ સાથે ૪૬ વરસથી સંકળાયેલો છું અને મારી ઇમેજ હજી સુધી સારી રહી છે. અમે સભ્ય સમાજના છીએ અને અમારા પ્રોફેશનમાં આ સામાન્ય ગણાતુ ંહોય છે. પ્રશંસકો અમારા પર ખુશ થઇને અમારી પાસે આવતા હોય છે તેથી અમારે પણ એમને ખુશ કરવા જરૃરી હોય છે.
૬૯ વર્ષીયઉદિત નારાયણ લાઇવ શોમાં ટિપ ટિપ બરસા પાણી પર પરફોર્મ કરી રહ્યો હતો.તેવામાં એક મહિલા પ્રશંસક સેલ્ફી લેવા આવી અને તેણે સિંગરના ગાલ પર ચુંબન કર્યુ ંહતું. ત્યારે ઉદિતે તરત જ તેના હોઠ પર કિસ કરી હતી. આ પછી વળી એેક ફીમેલ ફૈને તેને કિસ કરી હતી અને ઉદિતે તેના ગાલ પર કિસ કરીહતી. વાયરલ થયેલા વીડિયોમાં ઉદિતના પ્રશંસકો આ જોઇને તેનાથી નારાજ થઇ ગયા છે. તેમણે ગાયક પાસે આવી આશા રાખી નહોતી તેવી ટીપ્પણીઓ કરીને તેને ટ્રોલ કર્યો છે.
જોકે સિંગરે પોતાના તરફથી સ્પષ્ટતા કરતાં કહ્યું હતુ ંકે, ફેન્સ અમારી પાછળ દીવાના હોય છે, અમે લોકો એવા હોતા નથી. અમે સભ્ય લોકો છીએ. ઘણા લોકો આવી વાતોને ચગાવીને વિવાદ સર્જવા માંગતા હોય છે, આમાં આપણે કાંઇ કરી શકીએ નહીં. મારા મતે મેં મારી પ્રશંસક સાથે ખોટા ઇરાદાથીકાંઇ કર્યું નથી.