માલેગાંવ બ્લાસ્ટ પાછળ સિમીનો હાથ હોઈ શકેઃ પ્રજ્ઞા સિંહના વકિલની દલીલ
ઘટના બાદ સ્થાનિકોઅ ેપોલીસને પહોંચવા દીધી ન હોવાનું શંકાસ્પદ
નજીકમાં સિમીની ઓફિસ અને વિસ્ફોટક લઈ જીત વખતે અકસ્માતે બ્લાસ્ટ થયાની સંભાવના દર્શાવી
મુંબઈ : માલેગાંવ ૨૦૦૮ના બોમ્બ ધડાકા પ્રતિબંધિત સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા (સિમી) દ્વારા પણ કરાવાયા હોઈ શકે છે, એમ ભાજપના નેતા અને મુખ્ય આરોપી પ્રજ્ઞાાસિંહ ઠાકુરના વકિલે વિશેષ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી. બ્લાસ્ટ બાદ તરત ઘટનાસ્થળે જવાથી પોલીસને સ્થાનિક લોકોએ રોકી હતી અને આરોપીને છાવરવા પણ આવંુ કરાયું હોઈ શકે છે, એમ ઠાકુરના વકિલ જે. પી. મિશ્રાએ જણાવ્યું હતું.
જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે લોકો પોલીસને મદદ કરે છે જોકે આ કેસમાં ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેથી તેઓ ઘટનાસ્થળે જ-ઈ શકે નહીં, એમ વકિલ મિશ્રાએ દાવો કર્યો હતો.
ઘટનાસ્થળની નજીક જ્યાં બોમ્બ બનાવાયા હતા ત્યાં સિમીની ઓફિસ આવેલી હતી અને ટુવ્હીલર વાપરીને વિસ્ફોટક લઈ જતી વખતે અકસ્માતે ફાટયું હોઈ શકે છે. તપાસ એજન્સીએ વાહન ઠાકુરનું હોવાનો દાવો કર્યો હતો. મિશ્રા વધુ દલીલ શુક્રવારે કરશે. સુનાવણી દરમ્યાન ૩૨૩ સરકારી પક્ષના સાક્ષીદાર તપાસાયા હતા જેમાંથી ૩૪ ફરી ગયા હતા.
વિશેષ એનઆઈએ કોર્ટના વિશેષ જજ એ. કે. લાહોટી સમક્ષ બચાવ પક્ષ અંતિમ દલીલ રજૂ કરી રહ્યો છે. ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ મુંબઈથી ૨૦૦ કિ.મી.ના અંતરે આવેલા માલેગાંવની મસ્જિદ પાસે મોટરસાઈકલમાં બાંધેલો બોમ્બ ફાટયો હતો. જેમાં છનાં મોત થયા હતા અને સોથી વધુ ઈજા પામ્યા હતા.