સિદ્ધાર્થ મલ્હોત્રાએ પ્રેગનન્ટ કિયારા અડવાણીને કાર ભેટમાં આપી
યુગલ આવનારા પ્રથમ બાળકના સ્વાગતની તૈયારી જોરશોરથી કરી રહ્યું છે
મુંબઇ - સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને ત્યાં પ્રથમ બાળકની કિલકારી ગુંજવાની છે. તેવામાં યુગલ આવનારા બાળકના સ્વાગત માટે જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. હાલમાં જ સિદ્ધાર્થે પત્ની અને માતા બનનારી કિયારા અડવાણીને ૧.૨ કરોડની ટોયોટા વેલફાયર કાર ભેટમાં આપી છે. જેમાં તેઓ મુંબઇમાં ફરતા જોવા મળ્યા હતા. થોડા સમય પહેલા તેઓ એક નવા બંધાતા બિલ્ડિંગમાં પણ જોવા મળ્યા હતા અને તેમની સાથે ગોરી ખાન પણ હતી. તેથી લોકો માની રહ્યા છે કે, યુગલ પોતાના નવા ઘરનું ઇન્ટિરિયર ગૌરી ખાન પાસે ડિઝાઇન કરાવશે.તેઓ પોતાના પ્રથમ બાળકનું સ્વાગત આ નવા ઘરમાં કરવા માંગે છે.
બન્નેના કારના કાફલમાં વિવિધ લકઝરી કાર આવેલી છે. તેમાં હવે વધુ એક ટોયોટા કારનો સમાવેશ થયો છે.
સિદ્ધાર્થ અને કિયારાએ ૨૦૨૩માં લગ્ન કર્યા હતા અને ૨૦૨૫માં પેરન્ટસ બનવાના સારા સમાચાર આપ્યા હતા.