એન્જિયોપ્લાસ્ટી બાદ શ્રેયસ તળપદેને હોસ્પિટલમાંથી રજા
શૂટિંગ પરથી પાછા આવ્યા બાદ એટેક આવ્યો હતો
પત્ની દિપ્તી ભાવવિભોર થઈ ગઈઃ કારમાં શ્રેયસ છે તેવું નહીં જાણતા અજાણ્યા લોકોએ પણ મદદ કરીે
મુંબઇ : શ્રેયસ તળપદેને ૧૪ ડિસેમ્બરના રોજ હૃદય રોગનો હુમલો આવ્યો હતો. તેને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો . ત્યાં એન્જિયોપ્લાસ્ટી બાદ તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.
શ્રેયસની પત્ની દિપ્તીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ એક કેપ્શન સાથે મુકી છે. જેમાં લખ્યું છે કે, તમારા સપોર્ટ અને શુભેચ્છાઓ માટે આભાર માનું છે. તમારા સંદેશાઓ થી મારું મનોબળ મજબૂત બન્યું છે.
તેણે ે વધુમાં જણાવ્યું છે કે, મારો જીવનસાથી શ્રેયસ સાજો થઇને પાછો ઘરે આવ્યો છે. આ સંપૂર્ણ ઘટના દરમિયાન ભગવાન મારી સાથે જ રહ્યા હતા. હવે કદી હું તેમના અસ્તિત્વ પર પ્રશ્ર કરીશ નહીં. દિપ્તીએ એમ પણ કહ્યું છે કે તે દિવસે ઘરેથી હોસ્પિટલ સુધી તે શ્રેયસને કારમાં લઈ ગઈ હતી ત્યારે તે કારમાં જ ઢળી પડયો હતો. તે વખતે રસ્તા પરના સાવ અજાણ્યા લોકોએ કારમાં શ્રેયસ છે તેવું જાણ્યા વગર જ માનવતાના નાતે તેની મદદ કરી હતી. પોતે આ વાત જિંદગીભર નહીં ભૂલે.
ઉલ્લેખનીય છે કે, મુંબઇમાં વેલકમ ટૂ જંગલનું શૂટિંગ પુરુ કર્યા પછી શ્રેયસ તળપદેને ૧૪ ડિસેમ્બરની સાંજના હાર્ટએટેક આવ્યો હતો અને તરત જ બેભાન થઇ ગયો હતો. તેને તરત જ મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને એ જ રાતના ૧૦ વાગ્યે તેને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.