શ્રદ્ધા કપૂર ઈન્સ્ટા ફોલોઅર્સમાં પીએમ મોદી કરતાં આગળ નીકળી ગઈ
શ્રદ્ધાના ઈન્સ્ટા પર હવે 9.14 કરોડ ફોલોઅર્સ
ઈન્સ્ટા પર મહત્તમ ફોલોઅર્સ ધરાવતા ભારતીયોમાં વિરાટ અને પ્રિયંકા પછી શ્રદ્ધા 3જાં સ્થાને
મુંબઇ : શ્રદ્ધા કપૂર ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યામાં હવે પીએમ મોદી કરતાં પણ આગળ નીકળી ગઈ છે. ઈન્સ્ટા પર શ્રદ્ધાના ફોલોઅર્સની સંખ્યા વધીને ૯.૧૪ કરોડ થઈ ગઈ છે. જ્યારે પીએમ મોદીના ૯.૧૩ કરોડ ફોલોઅર્સ છે.
ઈન્સ્ટા પર મહત્તમ ફોલોઅર્સ ધરાવતા ભારતીય સેલેબ્સમાં વિરાટ કોહલી પ્રથમ અને પ્રિયંકા ચોપરા બીજાં સ્થાને છે. તે પછી શ્રદ્ધા ત્રીજાં સ્થાને આવી ગઈ છે.
વિરાટના ઈન્સ્ટા પર ૨૭ કરોડ ફોલો અર્સ છે. જ્યારે પ્રિયંકાના ફોલોઅર્સ ૯.૧૮ કરોડ છે. આલિયા ભટ્ટના ૮.૫૧ કરોડ અને દીપિકા પાદુકોણના ૭.૯૮ કરોડ ફોલોઅર્સ છે.
શ્રદ્ધાને હાલની 'સ્ત્રી ટૂ'ની સફળતાનો લાભ મળ્યો છે. આ ફિલ્મ ગઈ તા. ૧૪મી ઓગસ્ટે રીલિઝ થયા બાદ અત્યાર સુધીમાં વિશ્વભરમાં ૩૦૦ કરોડ રુપિયા કમાઈ ચૂકી છે.