સ્ટાફ ચૂંટણી-સર્વેમાં બીઝી હોય તો શું રસ્તા બંધ કરી દેવા? હાઈકોર્ટ

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
સ્ટાફ ચૂંટણી-સર્વેમાં બીઝી હોય તો  શું રસ્તા બંધ કરી દેવા? હાઈકોર્ટ 1 - image


રસ્તા પર ખાડા મુદ્દે પાલિકા પાસે સોગંદનામુ મગાયું

સોગંદનામાંમાં વિલંબ માટે પાલિકાએ સ્ટાફ મરાઠા આરક્ષણ સર્વે અને ચૂંટણી ફરજમાં વ્યસ્ત હોવાનું બહાનું કાઢતાં   હાઈકોર્ટ ભારે નારાજ

મુંબઈ :  પાલિકાનો સ્ટાફ મરાઠા આરક્ષણ માટે સર્વેનું કામ અને ચૂંટણીની ફરજમાં વ્યસ્ત   ેે  મુંબઈના રસ્તા બંધ કરી દેવા જોઈએ? એવો સવાલ બોમ્બે હાઈ કોર્ટે મંગળવારે કરીને પાલિકાને સોગંદનામું નહીં નોંધાવવા બદલ ખખડાવી હતી. રસ્તાના ખાડાને લીધે થતા મૃત્યુ  સંબંધી અરજીમાં કોર્ટે સોગંદનામું માગ્યુ ંંહતુંં.

શહેરમાં રસ્તાના ખાડાને લીધે વધી રહેલા અકસ્માત અને મૃત્યુના કિસ્સા સંબંધી કેસમાં પાલિકાએ સોગંદનામું નહીં નોંધાવ્યા પાછળના બહાના કોર્ટે ફગાવ્યા હતા.

શહેરના રસ્તાઓના ખાડાનું સમારકામ ક રવાના ૨૦૧૮માં આપેલા આદેશનો અમલ નહીં કરવ બદલ રજુ ઠક્કરે પાલિકા સામે અવમાનના પગલાંની અરજી કરી હતી.

ગત ડિસેમ્બપમાં કોર્ટે રાજ્ય સરકાર અને તમામ પાલિકાઓને સોગદનામું નોંધાવવા આદેશ આપ્યો હતો. મુંબઈ મહાપાલિકાના વકિલે  મંગળવારે મુદત માગી હતી.

પાલિકાના લીગલ ડિપાર્ટમેન્ટ સહિતનો સ્ટાફ ચૂંટણીની ફરજમાં અથવા તો મરાઠા આરક્ષણ માટે ઘરેઘરે સર્વેક્ષણમાં વ્યસ્ત છે એમ પાલિકાના વકિલે કોર્ટને જણાવ્યું હતું.

આ કોઈ બહાનું છે? એથી કરીને મુંબઈના રસ્તા બંધ કરી દેવા જોઈએ? કોઈક સર્વેમાં વ્યસ્ત છે કોઈ ચૂંટણીની ફરજમાં વ્યસ્ત છે, આ શુ ચાલી રહ્યું છે.? એવો સવાલ કોર્ટે કર્યો હતો. ૧૫ ફેબુ્રઆરીએ સોગંદનામું નોંધાવવાનો નિર્દેશ આપીને સુનાવણ મોકૂફ રખાઈ હતી. શહેરમાં કોંક્રિટીકરણનું કામ ક્યારે પૂર્ણ થશે એની તારીખ પણ જણાવવા પાલિકાને કોર્ટે જણાવ્યું છે.


Google NewsGoogle News