ગોળીબારનો ઈરાદો મને, મારા પરિવારને મારી નાખવાનો ઈરાદો હતોઃ સલમાન ખાન
ગેલેક્સી એપાર્ટમેન્ટ પર કરાયેલા ગોળીબારના કેસમાં આરોપનામામાં અભિનેતાનું નિવેદન
અગાઉ અનેક વાર મારી નાખવાની ધમકીઓ મળી હોવાનો પણ પોલીસ નિવેદનમાં ઉલ્લેખ
મુંબઈ : બોલીવુડના અભિનેતા સલમાન ખાને પોલીસને જણાવ્યું હતું કે તેને લાગ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ ટોળકીએ એપ્રિલમાં તેના ઘર પર કરેલો ગોળીબાર તેને અને તેના પરિવારને મારી નાખવાના ઈરાદે કર્યો હતો.
અભિનેતાનું નિવેદન પોલીસે કોર્ટમાં નોંધેલા આરોપનામાનો ભાગ છે. ૧૪ એપ્રિલે પરોઢિયે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં તેના ઘરે સૂતો હતો ત્યારે ફટાકડા ફૂટવા જેવો અવાજ સાંભળ્યો હોવાનું પોલસને જણાવ્યું હતું.
તેના પોલીસ બોડીગાર્ડે તેને ૪.૫૫ વાગ્યે જણાવ્યું હતું કે મોટરસાઈકલ પર આવેલા બે જણે પહેલા માળની બાલ્કની પર ગોળીબાર કર્યો હતો. પોતાને અને પરિવારને ઈજા પહંચાડવાનો પ્રયાસ થયો હોવાનું અગાઉ ખાને જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે તેના બોડીગાર્ડે બાંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અભિનેતાને બાદમાં ખ્યાલ આવ્યો હતો કે ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલે કબૂલીને ફેસબૂક પોસ્ટ પર હુમલાની જવાબદારી લીધી હતી.
બિશ્નોઆ ગેન્ગે અગાઉ પર સમલાનને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતું નિવેદન કર્યું હતું. આથી મને લાગે છે કે બિશ્નોઈએ ગેન્ગના સભ્યો સાથે મળીને ગોળીબાર કરાવ્યો છે જેમાં પોતાની અને પરિવારજનોની હત્યા કરવાની યોજના હતી. ખાને જણાવ્યું હતું કે તેને અને તેના પરિવારજનોને તાજેતરમાં ધમકીઓ મળતી હતી. ૨૦૨૨માં બિલ્ડિંગ સામેની
બેન્ચપર ધમકી આપતો પત્ર મળ્યો હતો. માર્ચ ૨૦૨૩માં તેને બિશ્નોઈ તરફથી ઈમેઈલથી ધમકી અપાઈ હતી. જાન્યુઆરી ૨૦૨૪માં પનવેલ પાસેનાતેનાફાર્મ હાઉસમાં બે અજ્ઞાાત શખસોેએ ખોટી આઈડી વાપરીને ઘૂસવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ ખાને પોલીસને જણાવ્યું હતું.
પોલીસે ૧૭૩૫ પાનાંનું આરોપનામું વિશેષ મકોકા કોર્ટ સમક્ષ દાખલ કર્યું છે. તાજેતરમાં કોર્ટે તેની દખલ લઈને પ્રથમદ્રષ્ટી ગુનો બનતો હોવાનું નોંધ્યું હતું.
કેસમાં છ આરોપી પકડાયા હતા જેમાંથી એકે આત્મહત્યા કરી લેતાં હવે પાંચ અદાલતી કસ્ટડીમાં છે.