સીએમ શિંદે જૂથના 16 ધારાસભ્ય અમારા સંપર્કમાં છે: શિવસેના નેતા ચંદ્રકાંત ખેરનો દાવો
મુંબઈ, તા. 12 સપ્ટેમ્બર 2022 સોમવાર
શિવસેના નેતા ચંદ્રકાંત ખેરએ મોટો દાવો કર્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથના વરિષ્ઠ શિવસેના નેતા ખેરએ કહ્યુ છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય તેમના સંપર્કમાં છે.
એક કાર્યક્રમ દરમિયાન ચંદ્રકાંત ખેરએ કહ્યુ શિંદે જૂથના 16 ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. તેઓ ટૂંક સમયમાં અમારી સાથે આવશે. શિવસેના નેતાએ આગળ કહ્યુ કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ બાગી ધારાસભ્ય પોતાની મૂળ શિવસેનામાં પાછા આવશે.
એકનાથ શિંદે અને શિવસેનાના મોટાભાગના ધારાસભ્યોએ તાજેતરમાં જ પાર્ટી નેતૃત્વ વિરુદ્ધ બળવો કરી દીધો. જે બાદ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતાવાળી શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકાર પડી ગઈ હતી. જે બાદ શિંદેએ 30 જૂને મુખ્યમંત્રી પદ તરફથી ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારથી બંને પક્ષ એક બીજા પર આરોપ લગાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છેકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતાવાળી સરકારે 288 સભ્યના સભાગૃહમાં 164 ધારાસભ્યોનુ સમર્થન છે. જેમાં ભાજપના 105 ધારાસભ્ય છે અને શિવસેનાના 50 ધારાસભ્ય છે.