Get The App

શિવાજી મહારાજ સેક્યુલર હતા, ક્યારેય કોઈ મસ્જિદ પર એટેક ન હતો કર્યો : ગડકરી

Updated: Apr 4th, 2025


Google News
Google News
શિવાજી મહારાજ સેક્યુલર હતા, ક્યારેય કોઈ મસ્જિદ પર એટેક ન હતો કર્યો : ગડકરી 1 - image


ઔરંગઝેબની કબરના વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રીનું નિવેદન

સેક્યુલર એટલે સર્વધર્મ સમભાવ, શિવાજી ઉદારચરિત રાજા હતા : ગડકરીનાં વિધાનોની શશી થરુર દ્વારા પ્રશંસા

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ 100 ટકા સેક્યુલર શાસક હતા. તેમણે ક્યારેય મસ્જિદો પર હુમલા કર્યા ન હતા એમ કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું.      

શિવાજી મહારાજ પર એક પુસ્તકનું વિમોચન કરતાં નીતિન ગડકરીએ કહ્યું કે, ભારતીયોના દિલમાં તેમનું વિશેષ સ્થાન છે.મારા માટે તેઓ મારાં માતા પિતા કરતાં પણ વિશેષ છે.  આજે સેક્યુલર શબ્દ ખૂબ પ્રચલિત છે. પરંતુ અંગ્રેજી શબ્દકોશમાં સેક્યુલર શબ્દનો અર્થ ધર્મનિરપેક્ષ નથી. પરંતુ  સેક્યુલર શબ્દનો  અર્થ સર્વધર્મ સમભાવ એવો થાય છે. 

છત્રપતિ શિવાજી મહારાજે પોતાનું જીવન લોક કલ્યાણ માટે સમપત કર્યું અને ધર્મનિરપેક્ષ મૂલ્યો સાથે કામ કર્યું હતું.

નીતિન ગડકરીએ દિલ્હીમાં મહારાષ્ટ્ર સદનમાં કહ્યું હતું કે શિવાજીએ તેમના જીવનમાં ઘણા યુદ્ધ લડયા, પરંતુ તેમણે ક્યારેય કોઈ મસ્જિદ પર હુમલો કર્યો નથી. તે હંમેશા મહિલાઓને માન આપતા હતા. તેઓ પ્રજાને સમપત શાસક હતા. તેમનો વહીવટ કડક અને લોકો માટે મૈત્રીપૂર્ણ હતો. તેઓ ઉદારચરિત રાજા હતા. તેમના જેવા રાજા દેશના ઈતિહાસમાં બીજા થયા નથી. 

આ ઉપરાંત  પરિવહન મંત્રીએ ૧૦ નવેમ્બર, ૧૬૫૯ના રોજ થયેલા પ્રતાપગઢના યુદ્ધનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આ યુદ્ધ શિવાજી મહારાજ અને બીજાપુરના સૈનિકો વચ્ચે થયું હતું, જેનું નેતૃત્વ અફઝલ ખાન કરી રહ્યા હતા. જ્યારે અફઝલ ખાન યુદ્ધમાં માર્યો ગયો, ત્યારે મહારાજ શિવાજીએ તેમના પોતાના ઘણા સૈનિકોને પ્રતાપગઢ કિલ્લામાં સંપૂર્ણ સન્માન સાથે દફનાવવાનો આદેશ આપ્યો. તેમણે જે સૈનિકોને આદેશ આપ્યો હતો ત સૈનિકો પણ મુસ્લિમ સમુદાયના હતા અને લાંબા સમયથી તેની સેનાનો એક ભાગ હતા.    

આ જ કાર્યક્રમાં ઉપસ્થિત કોંગ્રેસના સાંસદ શશી થરુરે કહ્યું હતું કે ગડકરી શિવાજી મહારાજના સેક્યુલર પાસાંનો ઉલ્લેખ કરી રહ્યા છે એ આનંદની વાત છે.  શિવાજી મહારાજના સમર્થકો પણ તેમનાં આ પાસાંની નોંધ લેવામાં ચૂકી જાય છે. 


Tags :