ગોવામાં શિવસેનાએ નિર્ણય બદલ્યોઃ ઉત્તર ગોવાની બેઠક છોડી દીધી

-સેનાનાં મહિલા ઉમેદવારે દક્ષિણગોવાની બેઠક પર ઉમેદવારીપત્ર ભર્યું

Updated: Apr 6th, 2019


Google NewsGoogle News
ગોવામાં શિવસેનાએ નિર્ણય બદલ્યોઃ ઉત્તર ગોવાની બેઠક છોડી દીધી 1 - image

મુંબઇ,તા.6 એપ્રિલ 2019, શનિવાર     

 શિવસેના હવે લોક સભાની ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા એમ  બંને બેઠક પર ચૂંટણી નહીં લડે. શિવસેના  હવે  ઉત્તર ગોવાની બેઠક પર ચૂંટણી નહીં લડે પણ દક્ષિણ ગોવાની બેઠક પર તેનો ઉમેદવાર ઉભો રાખશે.લોકસભામાં ગોવાની બે બેઠકો છે.આ બંને બેઠકો  ભાજપની છે.

ગોવામાં લોકસભાની ચૂંટણીનું મતદાન ૨૩,એપ્રિલ-૨૦૧૯ના રોજ થશે.

શિવસેનાનાં ગોવાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે સેનાના ગોવાના ઉપપ્રમુખ રાખી પ્રભુદેસાઇ નાઇકે લોકસભાની દક્ષિણ ગોવાની બેઠક પર તેમનું ઉમેદવારીપત્ર ભર્યું છે.તેમની સામે ભાજપના નરેન્દ્ર સવાઇકર( જે હાલના સંસદસભ્ય છે) ઉપરાંત કોંગ્રેસના ફ્રાન્સિસ્કો સર્દીન્હા અને આમ આદમી પાર્ટી(આપ)ના એલ્વિસ ગોમ્સ છે.

  લોકસભાની ઉત્તર ગોવાની બેઠકનું પ્રતિનિધિત્વ ભાજપના શ્રીપાદ નાઇક કરે છે.શ્રીપાદ નાઇક હાલ કેન્દ્ર સરકારમાં પ્રધાન છે.

ગયા માર્ચમાં શિવસેનાના નેતા સંજય રાઉતે એવી જાહેરાત કરી હતી કે અમારો પક્ષ ગોવામાં લોકસભાની બંને બેઠકો પર ચૂંટણી લડશે.ઉત્તર ગોવાની બેઠક પર શિવસેનાના જિતેશ કામત(શિવસેનાના ગોવા એકમના પ્રમુખ) સંભવિત ઉમેદવાર હતા.જોકે હવે શિવસેનાએ  કોઇક કારણોસર તેનો નિર્ણય બદલ્યો છે અને ઉત્તર ગોવાની બેઠક પર ચૂંટણી નહીં લડે.

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભાની અને ધારાસભાની ચૂંટણી માટે યુતિ થઇ છે પણ ગોવામાં નથી થઇ.હાલ ગોવા વિધાનસભામાં શિવસેનાનો એક પણ વિધાનસભ્ય નથી.વળી,શિવસેનાએ ગોવામાં લોકસભાની  ચૂંટણીમાં પણ ક્યારેય વિજય નથી મેળવ્યો. 


Google NewsGoogle News