શિંદેએ ઉદ્ધવ સેના સામે 6 બેઠકો મેળવી, 7 બેઠકો પર હાર
સેના વિરુદ્દ સેનાની લડાઈમાં ઉદ્ધવને સરસાઈ
મુંબઈમાં શિંદે ને 1 , ઉદ્ધવને 2 બેઠક મળી : થાણે-કલ્યાણની હોમગ્રાઉન્ડની બેઠકો જીતતાં શિંદે જૂથની લાજ રહી ગઈ
મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેનાના ભાગલા પડયા બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી)અને એકનાથ શિંદેની શિવસેના એમ બે શિવસેના લોકસભા ચૂંટણીમાં ૧૩ બેઠકો પર આમને સામને આવી હતી. તેમાંથી છ બેઠકો પર એકનાથ શિંદેની શિવસેનાનો જ્યારે સાત બેઠકો પર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો વિજય થયો છે.
શિંદે જૂથના વિજેતા ઉમેદવારોમાં બુલઢાણામાં જાધવ પ્રતાપરાવ ગણપતરાવ, કલ્યાણમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે, થાણેમાં નરેશ ગણપત મ્હસ્કે અગ્રેસર, મવાળમાં શ્રીરંગ અપ્પા ચંદુ બારને, ઔરંગાબાદમાં સંદીપનરાવ આસારામ ભુમર તથા મુંબઈ ઉત્તર પશ્ચિમના રવિન્દ્ર વાયકરનો સમાવેશ થાય છે. તેમાથી રવિન્દ્ર વાયરક રિકાઉન્ટિંગ બાદ નજીવી સરસાઈથી જીત્યા હતા.
શિવસેના (યુબીટી) ના વિજેતા ઉમેદવારોમાં મંંબઈ દક્ષિણ-મધ્ય બેઠક પર અનિલ દેસાઈ, મંંબઈ દક્ષિણ બેઠક પર અરવિંદ સાવંત, હિંગોળીમાં નાગેશ બાપુરાવ અષ્ટીકર પાટિલ, યવતમાળમાં સંજય દેશમુખ, હાટકનંગળેમાં સત્યજીત બાબાસાહેબ પાટીલ (આબા) સરદુકર, શિરડીમાં ભાઉસાહેબ રાજારામ વાકચૌર અને નાશિકમાં રાજાભાઉ પ્રકાશ વાજનો સમાવેશ થાય છે.
૨૦૧૯માં એનડીએને મહારાષ્ટ્રની ૪૮બેઠકોમાંથી ૪૧ બેઠકો સાથે બહુમતી મળી હતી. જેમાં મુંબઈની ત્રણ બેઠકો ભાજપને ફાળે અને બાકીની ત્રણ અખંડ શિવસેનાના ફાળે ગઈ હતી.