વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની દખલગીરી સાંખી ન લેવાનો શિંદે-સેનાનો સંકેત

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની દખલગીરી સાંખી ન લેવાનો શિંદે-સેનાનો સંકેત 1 - image


લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપના ધબડકા બાદ

બેઠકોની ફાળવણીમાં જબરી ખેંચતાણના એંધાણ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ધબડકા બાદ હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં શિંદે શિવસેનાના નેતાઓએ પોતાના પક્ષમાં ભાજપને દખલગીરી નહીં કરવાનો સંકેત આપ્યો છે. આમ રાજ્યમાં મહાયુતિમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની ફાળવણી ખેંચતાણી ઊભી થાય એવી શક્યતા છે. જો મુખ્ય પ્રધાન ભાજપ સામે નમતું મૂકશે તો શિંદે શિવસેનાના નેતાઓ વિકલ્પ તરીકે ઉદ્ધવ ઠાકરેમાં જોડવાની ધમકી આપી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નબળા દેખાવના છાંટા હવે નજીક આવેલા રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની ફાળવણી અને ઉમેદવારીની પસંદગીના સંદર્ભમાં સાથી પક્ષો ભાજપના દબાણ હેઠળ રહેશે નહીં. એટલે કે એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેના હવે ભાજપની દખલગીરી સાખી લેશે નહીં, એવું સ્પષ્ટ જણાવી દીધું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ શિંદેસેનાના નેતાઓએ ભાજપ પ્રદેશ નેતૃત્વ સામે ખુલ્લા સ્ટેન્ડ લેવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે માટેપણ તેમના પક્ષના કેટલાક નેતાઓ માથું ઉંચકે એવી સ્થિતિ ઊભી થઈ છે. આ નેતાઓનું એકનાથ શિંદે નહિ માને તો તેઓ માટે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનામાં જોડાવાના પણ વિકલ્પો ઊભા રહેલા છે, એવું રાજકીય વર્તુળમાં ચર્ચા છે.

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની ૪૮ બેઠક પૈકી ૪૫ની ટાર્ગેટ રાખનારી મહાયુતિને માત્ર ૧૭ બેઠક મળી હતી. જેમાં ભાજપની બેઠકો ૨૩થી ઘટીને સીધી નવ ઉપર થઈ ગઈ છે. ૨૮ બેઠકો પર ચૂંટણી લડી રહેલી ભાજપ ડબલ આંકડા સુધી પણ પહોંચી શકી નથી. આ કારણે એકનાથ શિંદેની શિવસેનાનું મહત્ત્વ વધી ગયું છે. શિંદે શિવસેના ૧૫ બેઠક લડીને સાત બેઠક પર સફળતા મેળવી હતી.

રસપ્રદ વાત એ છે કે શિંદે શિવસેનાનો સ્ટ્રાઇક રેટ ભાજપ કરતાં વધારે છે. આ કારણે મહાયુતિમાં શિંદે શિવસેનાનો અવાજ વધી ગયો છે.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભાજપના ધબડકાનો પોતે જવાબદારી સ્વીકારીને પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ત્યારે શિંદે શિવસેના આક્રમક વલણ અપનાવ્યું છે. મળેલી માહિતી અનુસાર શિંદે સેનામાં ભાજપ પ્રત્યે ગુસ્સે વધી ગયો છે, કારણ કે ભાજપના નેતાઓએ લોકસભાની ચૂંટણીમાં અમારીપાર્ટીમાં દખલ કરી હતી.

ભાજપે સીટ ફાળવણી અને ઉમેદવારોની પસંદગી પર ખૂબ જ ધ્યાન આપ્યું હતું. દક્ષિણ મુંબઈ, નાશિક, હિંગોલી યવમાળ બેઠકો પર ભાજપે લડવાનો દાવો કર્યો હતો, પણ આ બેઠકની ફાળવણી કરવામાં ભાજપે વિલંબ કરતાં સમય વેડફાયો હતો. બેઠકોની ફાળવણીમાં ઉચાટ અને ઉમેદવારી જાહેર કરવામાં વિલંબથી પક્ષને ફટકો પડયો હતો. ભાજપે ઘણી દરમિયાનગીરી કરી હતી.

હવા રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં આવી દખલગીરી સાંખી લેવામાં આવશે નહીં. લોકસભામાં અમારો સ્ટ્રાઇક રેટ ભાજપ કરતાં વધારે છે. તેથી શિંદે સેનાના નેતાઓનું વલણ છે કે વિધાનસભામાં શિંદે મહાયુતિનું નેતૃત્વ કરશે, અમે તે સમયે કોઈ પણ દખલ સહન કરીશું નહીં, એમ કહેવામાં આવ્યું.


Google NewsGoogle News