Get The App

શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રાએ ઘર ખાલી કરવાની ઈડીની નોટિસને હાઈકોર્ટમાં પડકારી

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રાએ ઘર ખાલી કરવાની ઈડીની નોટિસને હાઈકોર્ટમાં પડકારી 1 - image


બિટકોઈન ફ્રોડ સંબંધી મની લોન્ડરિંગ કેેસમાં કાર્યવાહી

જુહુનું નિવાસસ્થાન અને પુણેના ફાર્મ હાઉસને દસ દિવસમાં ખાલી કરવા ઈડીનો આદેશ

મુંબઈ :  મની લોન્ડરિંગ કેસ સંબંધે પુણેના ફાર્મહાઉસ અને જુહુમાં આવેલા તેમના ઘરને ખાલી કરવાનો નિર્દેશ આપતી ઈડીની નોટિસને અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાએ બોમ્બે હાઈકોર્ટમાં પડકારી છે.ન્યા. રેવતી મોહિતે ઢેરે અને ન્યા. પૃથ્વીરાજ ચવાણની બેન્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને નોટિસ જારી કરીને સુનાવણી ગુરુવાર પર રાખી છે.

બિટકોઈન ફ્રોડના આરોપ સંબંધી મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ શેટ્ટી અને કુંદ્રાને ૨૭ સપ્ટેમ્બરે બંને મિલકત દસ દિવસમાં ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ નોટિસને તેમણે પડકારી છે.

અરજદારના  વકીલે  ે જણાવ્યું હતું કે તેમને ત્રીજી ઓક્ટોબરે નોટિસ પ્રાપ્ત થઈ છે. નોટિસ જોહુકમી અને ગેરકાયદે હોવાનું જણાવીને રદ કરવાની દાદ માગી હતી.

અરજીમાં જણાવ્યા અનુસાર તેમને મકાન ખાલી કરાવવાની કોઈ તાકીદની સ્થિતિ નથી અને આ રીતની નોટિસ અનુચિત છે. અરજદારોએ માનવતાના ધોરણે પણ રાહત માગી છે કેમ કે નોટિસમાં જણાવેલા ઘરમાં તેઓ પરિવારના છ સભ્યો બે દાયકાથી રહે છે. અરજીમાં નોટિસના અમલ પર સ્થિગતી આપવાની પણ દાદ માગી છે.

અરજીમાં જણાવ્યા અનુસાર ઈડીએ ૨૦૧૮માં અમિત ભારદ્વાજ અને અન્યો સામે કથિત બિટકોઈન ફ્રોડ અને મની લોન્ડરિંગના આરોપસર ફરિયાદ નોંધી હતી. બંને શેટ્ટી અને તેના પતિને કેસમાં  આરોપી  દર્શાવ્યા નથી.

ઈડીએ કુંદ્રાને અનેક વાર પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા અને કુંદ્રાએ દરેક વખતે હાજરી આપી હોવાનું અરજીમાં જણાવાયું હતું.

એપ્રિલ ૨૦૨૪માં શેટ્ટી અને કુંદ્રાને ઈડીએ આપેલા આદેશ પર નોટિસ મળી હતી જેમાં કુંદ્રાના પિતાએ ૨૦૦૯માં ખરીદેલા જુહુના નિવાસસ્થાન સહિતની મિલકતને ટાંચમાં લેવાનું જણાવાયું હતું. બંને જણે નોટિસનો જવાબ આપ્યો હતો. જોકે કાયદાથી વિપરીત ઓથોરિટીએ ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ના ટાંચમાં લેવાના આદેશને કાયમ રાખ્યો હતો. આદેશમા ંસ્પષ્ટ જણાવ્યું હતું કે ટાંચ માત્ર કેસ પૂરો થાય ત્યાં સુધી રહેશે અને તેના પરિણામને આધીન રહેશે. અરજદારોને ત્રીજી ઓક્ટોબરે ૨૭ સપ્ટેમ્બરની બે નોટિસ  મળી હતી જેમાં તેમને બંને મિલકત ખાલી કરવાનો નિર્દેશ અપાયો હતો.       કસૂરવાર ઠેરવવા પૂર્વે મિલકત ખાલી કરવાનો કોઈ આદેશ કે નોટિસ આપી શકાય નહીં, એમ અરજીમાં જણાવાયું હતું.

તેમના નિવાસસ્થાનને કથિત ગુના કે ગુનામાંથી રળાયેલી કોઈ રકમ સાથે સંબંધ નથી એમ પણ અરજીમાં જણાવાયું હતું. કુંદ્રાને કથિત ફ્રોડ સાથે કોઈ સંબંધ નહોવાનો પણ અરજીમાં દાવો કરાયો છે.



Google NewsGoogle News