રિચર્ડ ગેરે કિસ કરતાં થયેલો કેસ રદ કરાવવા શિલ્પા શેટ્ટી હાઈકોર્ટમાં
16 વર્ષ પહેલાં કિસ ગેરે કરી ને અશ્લીલતાનો કેસ શિલ્પા પર થયો
આરોપ મુક્ત કરવાની શિલ્પાની અરજી નીચલી કોર્ટે ફગાવતાં હાઈકોર્ટમાં અપીલઃ રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીઓને નોટિસ
મુંબઈ : હોલીવુડ સુપરસ્ટાર રિચર્ડ ગેરે ૧૬ વર્ષ પૂર્વે જાહેર કાર્યક્રમમાં કરેલા ચુંબનના વિવાદમાં સપડાયેલી અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ આ પ્રકરણમાંથી પોતાને આરોપમુક્ત કરવાની હાઈ કોર્ટમાં અરજી કરી છે. અરજી નીચલી કોર્ટે ફગાવી દીધા બાદ શિલ્પાઅ ેહાઈ કોર્ટમા અપીલ કરી છે.
ન્યા. અવચટની સામે હાલ સુનાવણી થઈ હતી. ૨૦૦૭ની ઘટનાનો વિડિયો જોતાં શિલ્પા તરફથી કોઈ અશ્લી કૃત્ય કરવાનો હેતુ નહોતો. આયોજીત કાર્યક્રમનો ઉદ્દેશ્ય ધર્માદા અને એઈડ્સની જાગૃતિ લાવવાનો હતો. આ માટે ગેર ઉપસ્થિત હતા. નામાંકીત વ્યક્તિઓ સંકળાયેલી હોવાથી પ્રસિદ્ધી મેળવવા કેટલાં અસામાજિક તત્વોએ આ ઘટનાનો ખોટો અર્થ કાઢીને અશ્લીલતા ફેલાવવાનો આરોપ કર્યો હોવાની શિલ્પાના વકિલે કોર્ટમાં દલીલ કરી હતી.કોર્ટે પ્રતિવાદીઓને નોટિસ મોકલાવીને ચાર સપ્તાહમાં જવાબ નોંધાવવા આદેશ આપ્યો છે.
૨૦૦૭માં એઈડ્સ જનજાગૃતિના કાર્યક્રમ માટે રાજસ્થાનમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને ગેર હાજર હતા. આ કાર્યક્રમ દરમ્યાન ગેરે અચાનક શિલ્પાને પાસે ખેંચીને તેને બધાની સામે ચુંબન કરી લીધું હતું. આ ઘટનાથી વિવાદ થયો હતો. શિલ્પાએ પણ પોતે ઘટના અનપેક્ષિત હોવાનું સ્પષ્ટ કર્યું હતું. જયપુર, અલવર અને ગાઝિયાબાદમાં શિલ્પા પર અશ્લીલતા ફેલાવવાના ફોજદારી કેસ નોંધાયા હતા.
રાજસ્થાનની કોર્ટે શિલ્પા અને ગેર સામે ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું. શિલ્પાની વિનંતીને લઈ કોર્ટે મુંબઈ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ સુપરત કર્યો હતો. વિસ્તૃત સુનાવણી બાદ શિલ્પાને એક કેસમાંથી મુક્તિ અપાઈ હતી. બીજા કેસમા ંહજી સુનાવણ ીચાલુ છે અને કોઈ રાહત આપવાનો કોર્ટે ઈનકાર કર્યો હતો. આદેશને શિલ્પાએ હવે હાઈ કોર્ટમાં પડકાર્યો છે.