માંડ માંડ બચ્યા શરદ પવાર! બીડમાં NCP-SP ચીફના કાફલાની કાર એમ્બ્યુલન્સ સાથે અથડાઈ
Sharad Pawar Convoy Accident: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારના કાફલા સાથે અકસ્માત થયો હતો. પરભણી નજીક તેમના કાફલાની કાર એકબીજા સાથે અથડાઈ હતી. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. શરદ પવાર શનિવારે બીડના કેજ તાલુકાના મસાજોગ ગામની મુલાકાતે હતા. આ દરમિયાન NCP(SP)ના વડા સરપંચ સંતોષ દેશમુખના પરિવારને મળવા માટે પરભણી જવા નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં કાફલામાં સામેલ એમ્બ્યુલન્સે અચાનક બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે કાફલામાં સામેલ વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે, કાફલામાં ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરની કાર પણ સામેલ હતી. હાલ આ અકસ્માતમાં કોઈને ઈજા થવા પામી નથી, પરંતુ કારને નુકસાન થયું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી, જાણો CM ફડણવીસ, અજિત પવાર અને શિંદેને કયા-કયા ખાતા મળ્યા
તો આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, શરદ પવારની કાર આગળ વધ્યા બાદ કાફલામાં સામેલ એમ્બ્યુલન્સે અચાનક બ્રેક લગાવી દીધી, જેના કારણે એમ્બ્યુલન્સની પાછળની કાર પાછળથી એકબીજા સાથે અથડાઈ હતી.
શરદ પવાર સંતોષ દેશમુખના પરિવારને મળ્યા હતા
શરદ પવારે સંતોષ દેશમુખના પરિવારને મળ્યા બાદ ત્યાં હાજર લોકો સાથે વાત પણ કરી હતી. પવારે કહ્યું હતું કે, 'આ હત્યાથી સામાન્ય લોકોને આઘાત લાગ્યો છે. બીડના સાંસદ બજરંગ સોનાવણે, સાંસદ નિલેશ લંકાએ લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ન્યાયની માંગણી કરી હતી. મેં લોકસભામાં બજરંગ સોનવણે અને તેના સાથીદારોનું ભાષણ સાંભળ્યું હતું. ભાષણ જોઈને મેં મીડિયાએ પણ પૂછ્યું કે આ દેશમાં અને રાજ્યમાં શું ચાલી રહ્યું છે?'
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ તેજ, BMCમાં કોંગ્રેસ-શરદ પવારથી છેડો ફાડશે ઉદ્ધવ ઠાકરે!
શરદ પવારે વધુમાં કહ્યું હતું કે, 'હવે સરકારે આના ઊંડાણમાં જવું જોઈએ. તેના મુખ્ય સૂત્રધાર કોણ છે તેના પર સવાલો ઉઠાવવા જોઈએ. હુમલાખોર અંગે અને તે કોની સાથે વાત કરી રહ્યો હતો, તેની તમામ માહિતી કાઢવામાં આવે અને પરિસ્થિતિને પ્રકાશમાં લાવવી જોઈએ.'