શાહરુખ ખાન તેના મન્નત બંગલામાં વધુ 2 ફલોર ઉમેરશે
બાંધકામ માટે કોસ્ટલ ઓથોરિટીની પરવાનગી માગી
25 કરોડના ખર્ચે 2 ફલોર વધારશે, હેરિટેજ પ્રોપર્ટી તથા દરિયાકાંઠે હોવાથી મજૂરીઓ જરુર
મુંબઈ : શાહરુખ ખાનના આઈકોનિક બંગલા મન્નતમાં વધુ બે માળ ઉમેરાશે. શાહરુખે આ માટે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન રેગ્યુલેટરી ઓથોરિટીની મંજૂરી માગી છે.
શાહરુખનો બંગલો મુંબઈમાં બાન્દ્રા ફોર્ટ પાસે દરિયાની બરાબર સામે આવેલો છે. આ બંગલો મુંબઈ આવતાં સહેલાણીઓ માટે એક મસ્ટ વિઝિટ પ્લેસ પણ ગણાય છે.
આ બંગલામાં આગળનો જે ભાગ દેખાય છે તે એક હેરિટેજ સ્ટ્રકચર છે. જેનું બાંધકામ ૧૯૧૪ના અરસામાં કરવામાં આવ્યું હતું. શાહરુખે તેનું બ્યુટિફિકેશન કરાવેલું છે. જ્યારે આ હેરિટેજ સ્ટ્રક્ચરની પાછળ મોડર્ન એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટ ના છ ફલોર છે. હવે તેમાં વધુ બે ફલોર ઉમેરવાની શાહરુખ ખાનની ઈચ્છા છે. આ બંગલાનો આગળનો ભાગ હેરિટેજ પ્રોપર્ટી હોવાથી તેની નિકટ બાંધકામ કરવા માટે અને સાથે સાથે બંગલો દરિયાઈ તટની લગોલગ હોવાથી ત્યાં બાંધકામ માટે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની મંજૂરી અનિવાર્ય છે. શાહરુખ ખાને આ માટે અરજીપણ કરી દીધી છે. આ માટે પચ્ચીસ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.