મહિલા દ્વારા બેન્કના માજી સીઈઓનું સેક્સટોર્શનઃ 4.50 કરોડ પડાવ્યા
66 વર્ષીય વૃદ્ધે ફલેટ વેચી, પીએફમાંથી પૈસા ઉપાડી, ઉધાર લઈ ખંડણી ચૂકવી
મહિલા લોન માટે પાત્ર છે કે નહિ તે તપાસવા બેન્ક અધિકારી તેના ઘરે પહોંચ્યા ત્યારે મહિલાએ જાતીય સંબંધની ફરજ પાડી હતી
અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છ વર્ષ બ્લેકમેઈલ કર્યા, ૩ લાખની લોન મંજૂર કરવા જતાં ૧૦૮ હપ્તામાં ૪.૩૯ કરોડ ચૂકવ્યા
મુંબઇ - થાણેમાં બેંકના નિવૃત સીઇઓને તેમના સંબંધોની પરિવારને જાણ કરી બદનામ કરવાની અને બળાત્કારનો કેસ નોંધાવવાની ધમકી આપી રૃા. ૪.૩૯ કરોડ પડાવનારી મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
૬૬ વર્ષીય ફરિયાદી નવી મુંબઇના જ્યારે ૪૫ વર્ષીય આરોપી મહિલા થાણેની રહેવાસી છે. થાણે પોલીસે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૬માં મહિલા વડાલા ખાતે બેંકની શાખામાં ગઇ હતી ત્યારે પ્રથમ વખત નિવૃત સીઇઓ સાથે મુલાકાત થઇ હતી.
આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મહિલાએ લોનની જરૃર હોવાનું કહ્યું હતું. મહિલાના દસ્તાવેદો સંપૂર્ણ નહોતા. આથી થાણેના આનંદનગરમાં મહિલાના ઘરનો સર્વે કરવાનો હતો. પોલીસમાં નોંધાયેલી એફઆઇઆરમાં જણાવાયું છે કે ફેબુ્રઆરી ૨૦૧૭માં ફરિયાદી મહિલાની વીનંતી પર લોન પાસ કરવા જરૃરી દસ્તાવેજો તપાસવા તેના ઘરે ગયા હતા ત્યારે આરોપી મહિલાએ બળજબરી કરી અને તેની સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં પાંચ વર્ષ માટે રૃા. ૭,૩૦૦ ઇએમઆઇ સાથે રૃા. ત્રણ લાખની લોન મંજૂર કરવામાં આવી હતી.
એક મહિના પછી આ ચાલબાજ મહિલાએ ફરિયાદીન ધમકી આપી હતી કે જો તે રૃા. આઠ કરોડ નહીં આપે તો તેના પરિવારના સભ્યો, સહ કર્મચારીઓને વોટસએપ તેમના અશ્લીલ ફોટા મોકલશે. આથી દબાણ હેઠળ ફરિયાદીએ શરૃઆતમાં તેને રૃા. પાંચ લાખ આપ્યા હતા.
૨૦૧૭થી ૨૦૨૩ વચ્ચે મહિલાએ બ્લેકમેલ કરીને તેમની પાસેથી કુલ રૃા. ૪.૩૯ કરોડ પડાવી લીધા હતા. ફરિયાદીએ આ રકમ ચૂકવવા ફ્લેટ વેચી દીધો, પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ કર્યો. જુદી જુદી વ્યક્તિ પાસેથી ઉધાર પૈસા લીધા હતા. તેમણે કુલ ૧૦૮ હપ્તામાં ૪.૩૯ કરોડની ખંડણી ચૂકવી હતી. આ સતત ખંડણીની માગણીથી કંટાળીને ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આરોપી મહિલાએ મંગળવારે ફરી ફરિયાદી પાસે રૃા. પાંચ લાખની માગણી કરી હતી. છેવટે ફરિયાદી રૃા. એક લાખ આપવાની તૈયારી દાખવી હતી. મહિલા આ રકમ લેવા આવી ત્યારે પોલીસે છટકું ગોઠવીને તેને પકડી લીધી હતી.
આરોપી મહિલાએ ખંડણીની રકમથી કોઇ સંપત્તિ કરી છે કે અન્ય ક્યા રોકાણ કર્યું છે એની માહિતી પોલીસ મેળવી રહી છે. આ સિવાય તેણે અન્ય કોઇ વ્યક્તિને પણ જાળમાં ફસાવ્યા હોવાની શંકા છે. તેના આ રેકેટમાં કોઇ આરોપી સામેલ છે કે કેમ એની તપાસ હાથ ધરવામાં આવી છે.