Get The App

જૈનોના આકરા વિરોધને પગલે 'લિગસી : 1080 ધ જિનેશ્વર'ના અનેક શો રદ

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
જૈનોના આકરા વિરોધને પગલે 'લિગસી :  1080 ધ જિનેશ્વર'ના અનેક શો રદ 1 - image


મુંબઈના થિયેટરોમાં કાગડા ઉડયા

ઘાટકોપરમાં કોઈ પ્રેક્ષક ફરક્યા જ નહિ, કાંદિવલીમાં જૈનોની રુબરુ રજૂઆત બાદ શો રદ

મુંબઈ :  દેશભરના જૈનોના સંગઠિત વિરોધને લીધે વિવાદાસ્પદ ફિલ્મ લિગસી - ૧૦૮૦ ધ જિનેશ્વર'ને પહેલે જ દિવસે સદંતર નિષ્ફળતા મળી હતી. અમુક થિયેટરોએ ફિલ્મનો શો રદ કર્યો હતો જ્યારે અમુક થિયેટરોમાં તો માંડ ચાર-પાંચ ટિકિટો વેંચાઇ હોવાથી થિયેટરોમાં રીતસર કાગડા ઉડતા હતા શ્રી મુંબઇ જૈન સંઘ સંગઠનના નેજા હેઠળ મુંબઈમાં કેટલાક થિયેટરો પર વિરોધ કાર્યક્રમો યોજાયા હતા. 

આ વિવાદાસ્પદ ફિલ્મ સામે જાગેલા વિરોધને કારણે ઘાટકોપર સહિતના પરાંમાં બપોરના શોમાં કોઇ ફિલ્મ જોવા ગયું જ નહોતું એટલે પછી ત્યાં વિરોધ દર્શાવવાનો કોઇ જરૃર જ નહોતી રહી એમ સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું હતું.

 કાંદિવલી પૂર્વના થિયેટરમાં જૈનોનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું હતું અને થિયેટરના સંચાલકને વિનંતી કરી હતી કે આ ફિલ્મને કારણે જૈનોની લાગણી દુભાઇ હોવાથી આ ફિલ્મનો શો રદ કરવામાં આવે. આ વિનંતીને માન આપીને શો રદ કરવામાં આવ્યો હતો.

આજે ફિલ્મ સામેના વિરોધની ધારી અસર થઇ હોવાથી ભવિષ્યમાં જ્યાં પણ આ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે ત્યાં જૈનો તરફથી વિરોધ કરવામાં આવશે એવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

 સંગઠનના જણાવ્યા અનુસાર આ અગાઉ જૈનોના જોરદજાર વિરોધ છતાં પ્રોડયુસરોએ 'લિંગસી : ધ મહાવીર' ટાઇટલ બદલીને 'લિગસી :૧૦૮૦ જિનેશ્વર'કરી નાંખ્યું હતું. ત્યારબાદ જૂની પ્રીવ્યુ કમિટિની જાણબહાર ફિલ્મનું ટાઇટલ બદલીને ફિલ્મ રિલિઝ કરવાનું સર્ટિફિકેટ સી.બી.એફ.સી. (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) પાસેથી મેળવી લીધું હતું. આને કારણે જ ફરીથી વિરોધ જાગ્યો છે.



Google NewsGoogle News