સપના ગિલની અરજી પર ક્રિકેટર પૃથ્વી શોને સેશન્સ કોર્ટના સમન્સ

Updated: May 1st, 2024


Google NewsGoogle News
સપના ગિલની અરજી પર ક્રિકેટર પૃથ્વી શોને સેશન્સ કોર્ટના સમન્સ 1 - image


સેલ્ફી મુદ્દે મુંબઈની હોટેલમાં થયલા હુમલાનો વિવાદ

પૃથ્વી પર કેસ નહિં નોંધવા બદલ પોલીસ સામે એક્શન મુદ્દે મેજિસ્ટ્રેટના આદેશોથી અસંતુષ્ટ થઈને સોશ્યલ મીડિયા ઈન્ફ્લુઅન્સરની  અપીલ

મુંબઈ :  સોશ્યલ મીડિયા ઈન્ફ્લુઅન્સર સપના ગિલે કરેલી અરજી પર સેસન્સ કોર્ટે ક્રિકેટર પૃથ્વી શોને સમન્સ જારી કર્યા છે. સપનાએ ક્રિકેટર સામેની પોતાની ફરિયાદ સંબધે મેજિસ્ટ્રેટે આપેલા આદેશને પડકાર્યો હતો. 

અંધેરી મેટ્રોપોલિટન કોર્ટે અગાઉ ગિલની અરજી પર પોલીસ તપાસનો આદેશ આપ્યો હતો. ગિલે શો સામે એફઆઈઆર નોંધવાની દાદ માગી હતી અને પબમાં પોતાનો વિનયભંગ થયાનો આરોપ કર્યો હતો.

શો અને તેના મિત્ર સામે પોતાની ફરિયાદ પર કેસ નનહીં નોંધવા બદલ પોલીસ સામે પગલાં ઈચ્છતી ગિલની અન્ય અરજીને ફગાવી હતી. આથી બંને આદેશોથી અસંતુષ્ટ થઈને  સપનાગિલે રિવ્યુ અરજી સેશન્સ કોર્ટમાં કરી હતી. ત્રીજી એપ્રિલે મેજિસ્ટ્રેટે આપેલો આદેશ ગેરકાયદે  હોવાનો અને ખામીયુક્ત હોવાનો દાવો ગિલે રિવ્યુ અરજીમાં કર્યો હતો.

મંગળવારે જજે શોને સમન્સ પાઠવ્યા હતા. કોર્ટે ગિલની ફરિયાદ પર કેસ નહીં નોંધનારી એરપોર્ટ પોલીસને પણ સમન્સ જારી કર્યા હતા. વધુ સુનાવણી છઠ્ઠી જૂન પર રખાઈ છે.

પરાની હોટેલમાં સેલ્ફીને લઈ થયેલી દલીલ બાદ શો પર થયેલા હુમલા સંબંધે ફેબુ્રઆરી ૨૦૨૩મા સપના ં ગિલ અને અન્યોની ધકપકડ થઈ હતી. હાલ ગિલ જામીન પર છે. જામીન મળ્યા બાદ ગિલે શો અને તેના મિત્ર આશિષ યાદવ તેમ જ અન્યો સામે એરપોર્ટ પોલીસમાં વિનયભંગની ફરિયાદ કરી હતી.

પોલીસે દાદ નહીં અપાતાં બાદમાં તેણે મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી. શો અને તેના મિત્રોએ પોતાને બેટથી મારી હોવાનો આરોપ ગિલે કર્યો હતો.  



Google NewsGoogle News