સીમા હૈદર અને 25 જણ પાકિસ્તાનથી આવ્યા છે, 2થી 3 કલાકમાં બોમ્બ બ્લાસ્ટ થશે

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
સીમા હૈદર અને 25 જણ પાકિસ્તાનથી આવ્યા છે, 2થી 3 કલાકમાં બોમ્બ બ્લાસ્ટ થશે 1 - image


મુંબઈ પોલીસ કન્ટ્રોલરૃમને ફરી ધમકી

ગોરેગામથી કોલ કરનાર પકડાયો

મુંબઇ :  મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૃમમાં ગઈ કાલે રાતે બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યો કોલ કરનારા શખસને ઝડપી લેવામાં આવ્યો છે. તેણે દારૃના નશામાં ફોન કર્યો હોવાનું કહેવાય છે. સીમા હૈદર અને અન્ય ૨૫ જણ પાકિસ્તાનથી આવ્યા છે. બેથી ત્રણ કલાકમાં બોમ્બ બ્લાસ્ટ થશે એવી પોલીસને ધમકી આપવામાં આવી હતી.

વનરાઈ પોલીસે આરોપી નાગેન્દ્ર શુક્લા (ઉં. વ. ૩૦)ને પકડીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે શુક્લા સામે આઇપીસીની કલમ ૧૮૨, ૫૦૪, ૫૦૫(૧), (બી), ૫૦૬(૨) હેઠળ કેસ નોંધ્યો હતો.

મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૃમમાં શુક્રવારે રાતે ૧૧.૩૦ વાગ્યે કોલ આવ્યો હતો. ફોન કરનાર શખસે કહ્યું કે 'તે વનરાઈ વિસ્તારમાંથી બોલી રહ્યો છે. સીમા હેદર અને અન્ય ૨૫ લોકો પાકિસ્તાન મુંબઈ આવ્યા છે. બે-ત્રણ કલાકમાં તમારી બાજુમાં બોમ્બ બ્લાસ્ટ થશે.

જ્યારે પોલીસે વધુ માહિતી જાણવા માગી ત્યારે ફોન કરનારે કોલ કટ કરી નાખ્યો હતો. પછી તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

પોલીસે કોલરનો નંબર ટ્રેસ કરી ગોરેગામ નજીકથી તેને પકડી લીધો હતો. તેણે દારૃના નશામાં ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. 

હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમદાવાદના મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતો ઇ-મેલ પોલીસને મળ્યો હતો.

આ સિવાય પોલીસને વારંવાર બોમ્બ વિસ્ફોટની ધમકીના ફોન કરવામાં આવે છે. મોટા ભાગની ધમકી અફવા પુરવાર થતી હોય છે.



Google NewsGoogle News