સિક્યુરિટી ખરેખર પાંગળી છે ,સૈફની પડોશી કરિશ્મા તન્નાનો બળાપો
સિક્યોરિટી જવાનો પણ તાલીમ બદ્ધ નથી
બહુ સમયથી સોસાયટીને સિક્યોરિટી વધારવા માગણી કરી હતી, હવે સોસાયટી કમિટીએ મીટિંગ બોલાવી
મુંબઈ - સૈફ અલી ખાનની બિલ્ડિંગંમાં જ રહેતી એકટ્રેસ કરિશ્મા તન્નાએ કબૂલ્યું હતું કે તેમની બિલ્ડિંગમાં ંસિક્યોરિટી વ્યવસ્થા ખરેખર બહુ પાંગળી છે. આ બાબતે સોસાયટીની મેનેજિંગ કમિટીેએ પણ સમીક્ષા કરી છે.
અભિનેત્રીએ જણાવ્યું હતુ ંકે, સૈફ સાથેની ઘટના એકલ-દોકલ બ્લિડિંગના રહેવાસીઓ માટે ચેતવણી સમાન છે. હું તો મારી હાઉસિંગ સોસાયટીને ઘણા સમયથી સિક્યોરિટીમાં વધારો કરવાની માંગણી કરી રહી છું.એટલું જ નહીં વોચમેન પણ એવા તાલીમબદ્ધ હોવા જોઇએ જેઓ ઇમરજન્સી દરમિયાન પોતાની ફરજ બરાબર બજાવી શકે. ચોર ઘરમાં ઘુસે પછી ઘરના રહેવાસીઓ તેમનો સામનો કઇ રીતે કરી શકે એ એક પ્રશ્રાર્થ છે.
તેણે કહ્યું હતું કે મને ખાતરી છે કે, હવે મારી હાઉસિંગ સોસાયટી પણ સિક્યોરિટી ગાર્ડને વધારશે.