મુંબઈના આઈપીએસ અધિકારીના પતિ સામે બે દિવસમાં બીજી એફઆઈઆર
- સુરતના ઉદ્યોગપતિ અને અન્યો સાથે 7.42 કરોડની છેતરપિંડી
- અગાઉ સરકારી ક્વોટાના ફલેટ્સ રાહત દરે વેચવાના નામે 24.78 કરોડની છેતરપિંડીની ફરિયાદ થઈ છે
મુંબઈ : મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ) એ એક આઈપીએસ અધિકારીના પતિ પુરુષોત્તમ ચવ્હાણ સામે છેતરપિંડીન ા કેસમાં બીજી એફઆઈઆર દાખલ કરી છે. ં સુરતના એક વેપારી અને અન્ય લોકો સાથે રૂ.૭.૪૨ કરોડની છેતરપિંડી કરાઈ હોવાની એફઆઈઆર થઈ હતી. ચવ્હાણઅને અન્યો સામે ગુરૂવારે પણ સરકારી ક્વોટાના ફલેટ્સ રાહતના દરે વેચવાના નામે રૂ.૨૪.૭૮ કરોડની છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ રીતે ચવ્હાણ સામે છેતરપિંડીની બે દિવસમાં બે એફઆઈઆર નોંધવામાં આવી છે.
ચવ્હાણ સામે બીજી ફરિયાદ સુરતના કાપડના વેપારી રાવસાહેબ દેસાઈ (૪૮)ની ફરિયાદના આધારે નોંધવામાં આવી છે. દેસાઈએ નોંધાવેલી એફઆઈઆરમાં ચવ્હાણ, નારાયણ સાવંત અને યશવંત પવારે મળી તેમની સાથે રૂ.૭.૪૨ કરોડની છેતરપિંડી આચરી હોવાનો આરોપ કર્યો છે. એફઆઈઆર મુજબ ચવ્હાણે કથિરૂરપે સરકારી ક્વોટા હેઠળના પ્લોટનું રાહતના દરે વેચાણ કરવાના ખોટા બહાને વેપારીઓ પાસેથી નાણાં સ્વીકાર્યા હતા. આ ઉપરાંત તેમણે નાસિક પોલીસ એકેડેમીમાં ટી-શર્ટ સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ આપવામાં મદદ કરવાના નામે ૭.૪૨ કરોડ પડાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે આર્થિક ગુના શાખાએ ચવ્હાણ અને અન્ય ૧૧ લોકો સામે ૨૦ જણને મુંબઈ, થાણે અને પુણેમાં સરકારી ક્વોેટાના ફલેટસ રાહતના દરે વેચવાના બહાને રૂ.૨૪.૭૮ કરોડની છેતરપિંડી કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી હતી.