સમુદ્રનું પાણી પીવાલાયક બનાવાશે, મીઠાંનું ઉત્પાદન પણ કરાશે
પાલિકા સલાહકારની નિમણૂંક કરશે
પાણીનો સ્ત્રોત વધારવા દરખાસ્ત, 3250 કરોડનો ખર્ચ થશે
મુંબઇ : મુંબઇમાં વધી રહેલી વસતિ અને પીવાના પાણીની અછત દૂર કરવા નવા પાણીના સ્ત્રોત તરીકે મુંબઇ મહાનગર પાલિકાએ સમુદ્રનું પાણી પીવા લાયક બનાવવાની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. એટલું જ નહિં સમુદ્રનું ખારું પાણી પીવા લાયક બનાવવા માટેની પ્રક્રિયા બાદ તેમાં ક્ષાર વાળું પાણી બચતું હોવાથી તેને ફેંકી દેવા ક રતાં તેમાંથી મીઠું ઉત્પાદન કરવાની શક્યતા બાબતે ચકાસણી કરાશે. આ માટે પાલિકા એ સલાહાકારની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે.
ર રોજ ૨૦૦ મિલિયન લીટર સમુદ્રનું પાણી પીવા લાયક બનાવાશે. આ પ્રોજેક્ટ પાછળ પાલિકાને આશરે ૩૨૫૦ કરોડ રૃપિયાનો ખર્ચ થવાનો અં ાજ છે. જેમાં પ્રોજેક્ટમાં બાંધકામ ખર્ચ ૧૬૦૦ કરોડ રૃપિયા અને ૨૦ વર્ષ સુધી ઓપરેશન અને મેન્ટેન્સ પાછળ ખર્ચ ૧૯૨૦ કરોડ રૃપિયા ખર્ચનો અં ાજ મૂકાયો છે. આ પ્રોજેક્ટ ૪૦૦ મિલિયન લીટર પાણી પર પ્રક્રિયા થઇ શકે એવી ક્ષમતા ધરાવતો હશે.
જોકે, આ પ્રોજેક્ટ દરમિયાન ક્ષારયુક્ત પાણીના નિકાલની સમસ્યા પણ થઈ શકે છ. તેના કારણે પર્યાવરણીય મંજૂરીના પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે. સલાહકાર આ તમામ બાબતોને પણ આવરી લેશે.