Get The App

સોશ્યલ મીડિયા પર ખોટી જાહેરાતો કરી ઠગાઈનું પ્રમાણ વધ્યું : કોર્ટ

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
સોશ્યલ મીડિયા પર  ખોટી જાહેરાતો કરી ઠગાઈનું પ્રમાણ વધ્યું  : કોર્ટ 1 - image


મહિલાનું બેન્ક ખાતું હેક કરીને 3 લાખ પડાવ્યા

ક્રેડિટ કાર્ડ યોજનાના ભાગ રુપે મહિલાને ફોન મોકલી  તેની લિંકથી ઠગાઈ કરનારા તામિળનાડુના આરોપીને જામીનનો ઈનકાર

મુંબઈ :  સોશિયલ  મીડિયા પર ખોટી જાહેરાતો કરીને ઠગાઈ કરવાનું પ્રમાણ વધ્યું હોવાનું નિરીક્ષણ કરીને સેશન્સ કોર્ટે તામિલ નાડુના રહેવાસીની જામીન અરજી ફગાવી દીધી હતી. આરોપીએ મહિલાનું બેન્ક ખાતું હેક કરીને રૃ. ત્રણ લાખનું નુકસાન કર્યું હોવાનો આરોપ છે.

ક્રેડિટ કાર્ડ યોજનાના ભાગરૃપે મહિલાને આરોપીએ એન્ડ્રોઈડ ફોન મોકલાવ્યો હતો અને તેને નવા ફોન પર મોકલાવેલી લિંક મારફત તેનું બેેન્ક ખાતું હેક કરાયું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

એન.એમ. જોશી માર્ગ પોલીસે ગુનો નોંધ્યો હતો. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં તેને વોટ્સએપ પર જાહેરાત મળી હતી અને તેને ક્રેડિટ કાર્ડ સુવિધા મારફત ડિનર ક્લબમાં આમંત્રિણ અપાયાનું જણાવ્યું હતું. બેન્કના રિલેશનશિપ મેનેજર તરીકે એક શખસે તેને ફોન કરીને કાર્ડ  વિશે જણાવ્યું હતું કે તણે લાભ જાણ્યા બાદ સાઈન અપ કરવાની સંમતિ આપી હતી. લભ ઉપરાંત અકે ફોન પણ તેને મોકલાવાયો હતો. ફોનમાંની લિંક ખોલીને માહિતી ભરવા જણાવાયું હતું. આમ કરતાં તેનું બેન્ક ખાતું હેક થઈ જતાં રૃ. ત્રણ લાખ આરોપીએ સોનું ખરીદવા વાપરી નાખ્યા હતા. આ સોનું બાદમાં અન્ય અરોપીને મોકલી દેવાયું હતું.

આરોપી અય્યપ્પન મુર્ગેશને દાવો કર્યો હતો કે તેને ખોટી રીતે સંડોવ્યો છે તેને રકમનો લાભાર્થી દર્શાવાયો નથી. તપાસ પૂરી થઈ છે અને આથી પોતાને જામીન આપવામાં આવે, એવી વિનંતી કરી હતી.

કેસ પેપર પરથી જણાયું છે કે આરોપીએ બેન્ક ખાતું હેક કરીને સોનું ખરીદવા રકમ વાપરી હતી અને બાદમાં સોનું વેચીને રકમ આરોપી અને અરજદાર વચ્ચે વિતરીત કરાઈ હતી. ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધી રહ્યા હોવાની નોંધ કરીને કોર્ટે નોંધ કરી હતી કે જામીન પર છોડવાનું કોઈ કારણ દર્શાવવામાં આરોપી નિષ્ફળ ગયો છે.



Google NewsGoogle News