Get The App

ભગવાન રામ, માતા સીતાને લઈને નાટકમાં વાંધાજનક દ્રશ્યો, છ લોકો સામે નોંધાઈ ફરિયાદ

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
ભગવાન રામ, માતા સીતાને લઈને નાટકમાં વાંધાજનક દ્રશ્યો, છ લોકો સામે નોંધાઈ ફરિયાદ 1 - image


Pune University Case : ભગવાન રામ, માતા સીતા અને રાવણના ચરિત્રને કથિત રીતે આપત્તિજનક પાત્ર ભજવવાને લઈને મહારાષ્ટ્રના પુણે પોલીસે કાર્યવાહી કરી છે. આપત્તિજનક વિદ્યાર્થી નાટકના આ સંબંધમાં પોલીસે સાવિત્રીબાઈ ફુલે પુણે વિશ્વવિદ્યાલય (SPPU)ના લલિત કલા કેન્દ્રના પ્રમુખ સહિત છ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. રામલીલામાં ભગવાન રામ, માતા સીતા અને રાવણના વાંધાજનક દ્રશ્યો દર્શાવાયા હતા. જે મામલે વિરોધ થતા આયોજકો, વિદ્યાર્થીઓ અને ABVPના લોકો વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ની પુણે એકમના પ્રમુખ વર્ષીય હર્ષવર્ધન હરપુડે (22)એ શનિવાર સવારે ચતુરશ્રૃંગી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે જે લોકો પર કેસ દાખલ કરાવ્યો છે. તેમાં લલિત કલા કેન્દ્રના પ્રમુખ ડૉ. પ્રવીણ દત્તાત્રેય ભોલે, નાટકના લેખક ભાવેશ પાટિલ, નિર્દેશક જય પેઘનેકર અને એક્ટર પ્રથમેશ સાવંત, હૃષિકેશ દલવી, યશ ચિખલે અને અન્ય સામેલ છે. જેમના વિરૂદ્ધ કલમ 295 એ, 294, IPCની કલમ 143 (ગેરકાયદા સભા), 147 (રમખાણ), 149, 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), 116, 117 (ગુનો કરવા માટે ઉકસાવવા) અને સિગરેટ અને અન્ય તંબાકુ ઉત્પાદન અધિનિયમની કલમોમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

FIRમાં જણાવાયું છે કે, હારપુડે અને તેમના મિત્ર શુક્રવાર સાંજે વિદ્યાર્થીઓના નાટક જોવા માટે એસપીપીયૂ પરિસરમાં લલિત કલા કેન્દ્રના ઓપન થિયેટરમાં ગયા હતા. નાટકોમાંથી એક જેનું નામ 'Jab we met' હતું. જેમાં કથિત રીતે કલાકારો દ્વારા આપત્તિજનક અને અપમાનજનક શબ્દ અને ટિપ્પણીઓ કરાઈ હતી. એ પણ આરોપ લગાવાયો છે કે સીતાનું પાત્ર ભજવનાર એક એક્ટર નાટક દરમિયાન સ્ટેજ પર ધૂમ્રપાન કરી રહ્યા હતા.

આ નાટકે હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. એવો આરોપ લગાવ્યો છે કે જ્યારે ફરિયાદી અને તેમના મિત્રોએ વાંધો દર્શાવ્યો તો લલિત કલા કેન્દ્રના એક્ટરો દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમની સાથે મારામારી કરી હતી. પોલીસે કહ્યું કે, કેટલાક આરોપીઓને તપાસ માટે કસ્ટડીમાં લેવાયા છે. આ વચ્ચે નાટકનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.


Google NewsGoogle News