Get The App

5 લાખની લાંચ માગનારા સાતારાના જજને જામીન નકારાયા

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
5 લાખની લાંચ માગનારા સાતારાના જજને જામીન નકારાયા 1 - image


કોર્ટના પ્રાંગણમાં જ લાંચના છટકામાં

જજના  કૃત્યથી કોર્ટ પ્રત્યે લોકો શંકાની નજરે  જોશે એવું અદાલતનું નિરીક્ષણ

મુંબઈ :  આરોપીને જામીન અપાવવા માટે સાતારામાં સેશન્સ કોર્ટના પરિસરમાં આવેલી હોટેલમાં લાંચ લેતાં પકડાયેલા  જજ જામીન માટે કરેલી અરજી સાતારા જિલ્લા સેશન્સ કોર્ટે ફગાવી છે. 

પાંચ લાખની લાંચ સ્વીકારતાં પકડાયેલા ધનંજય નિકમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટે તેમને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. જજ નિકમ સહિત ચાર જણને એન્ટિ કરપ્શન બ્યુરોના અધિકારીઓએ છટકું ગોઠવીને પકડયા હતા. એક કેસમાં શકમંદ આરોપીને જામીન આપવાના બદલામાં જજે પાંચ લાખની લાંચ માગી હતી. ફરિયાદીએ આપેલી માહિતીને આધારે એસીબીએ રેડ પાડી હતી.

સર્વસામાન્યને ન્યાયનો અધિકાર  મળતો હોવાથી કોર્ટ પ્રત્યે આદરથી જોવામાં આવે છે. પોલીસ તરફથી થતા અન્યાય બાદ પણ કોર્ટમાંથી ન્યાય મળશે એવી લોકોની ભાવના હોય છે. પણ જજ મહોદય જ લાંચ લેતા પકડાય તો ન્યાયતંત્ર પર શંકા ઉપસ્થિત થાય છે. કોર્ટના કામકાજને લાંછન લગાવવાનું કામ જજ નિકમે કર્યું હોવાનું કોર્ટે નોંધ્યું હતું.



Google NewsGoogle News