Get The App

સારા અને શુભમન પરણી જશેઃ યુએઈના ક્રિકેટરનો દાવો

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
સારા અને શુભમન પરણી જશેઃ યુએઈના ક્રિકેટરનો દાવો 1 - image


સારા અલી ખાને રિલેશન કન્ફર્મ કર્યું હતું

ચિરાગ સુરીના દાવા અનુસાર લગ્ન કરવામાં હવે શુભમનનો વારો છે 

મુંબઇ : હાલ સચિન તેંડલુકરની પુત્રી સારા અને ક્રિકેટર શુભમન ગિલના અફેરની ચર્ચા છે. તેમાં યુએઇના  એક ક્રિકેટર ચિરાગ સુરીએ એક ચેનલ પર જણાવ્યું છે કે સારા અને શુભમને ગિલનાં ટૂંક સમયમાં લગ્ન થઈ જવાનાં છે. 

હવે ક્યા ક્રિકેટરના લગ્ન થવાના છે તેવા પ્રશ્રના જવાબમાં તેણે શુભમન ગિલનું નામ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે બધા જાણે છે કે શુભમન અને સારા તેંડુલકર પ્રેમમાં છે અને બંનેનાં ટૂંક સમયમાં લગ્ન થવાના છે. 

સુરીના આ ઇન્ટરવ્યુનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થયો છે. સોશયલ મીડિયાના યુઝર્સો શુભમન ગિલ અને સારાના લગ્ન થવાના છે તેનાથી ઉત્સાહિત થઇ ગયા છે. પરંતુ અમુકે એવી પણ ટીપ્પણી કરી છ ેકે,શુભમન અને સારાની આટલી અંગત વાત સુરીએ જાહેરમાં કરવી જોઇતી નહોતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કરણ જોહરના ચેટ શોમાં પણ સારા અલી ખાને પેપર ફોડતાં કહ્યું હતું કે મને શુભમન સાથે ડેટિંગ વિશે પૂછવામાં આવે છે પરંતુ એ સારા હું નથી બીજી સારા છે. 

થોડા સમય પહેલાં મુંબઈમાં એક ઈવેન્ટમાં શુભમન અને સારા સાથે સાથે જોવા મળ્યા હ તાં. જોકે, ફોટોગ્રાફર્સને જોતાં જ તેઓ છૂટાં પડી ગયાં હતાં.



Google NewsGoogle News