સારા અને શુભમન ફોટોગ્રાફર્સથી સંતાકૂકડી રમતાં પકડાયાં
બંને વચ્ચે ફરી પૂરબહારમાં ડેટિંગ
એક ઈવેન્ટમાં બંને અલગ અલગ ભાગવા ગયાં પણ કેમેરામાં ઝડપાઈ ગયાં
મુંબઇ : સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને ક્રિકેટર શુભમન ગિલ વચ્ચે બ્રેક અપ થઈ ગયાની અફવાઓ થોડા સમય પહેલાં ફેલાઈ હતી. પરંતુ , વાસ્તવમાં બંને ફરી પૂરબહારમાં ડેટિંગ કરી રહ્યાં હોવાનું સ્પષ્ટ થયું છે. તાજેતરમાં મુંબઈમાં એક ઈવેન્ટ બંનએ સાથે સાથે એટેન્ડ કરી હતી.
આ ઈવેન્ટમાં બંને એકમેકની સાથે હતાં. જોકે, થોડે દૂરથી જ તેમને ખ્યાલ આવ્યો હતો કે આગળ કેટલાક મીડિયા ફોટોગ્રાફર્સ હાજર છે. આથી તરત જ બંને એકમેકથી છૂટાં પડી ગયાં હતાં. શુભમન પહેલાં બહાર આવ્યો હતો અને થોડા સમય પછી સારા બહાર નીકળી હતી.
જોકે, તેઓ સાથે આવી રહ્યાં હતાં અને થોડે દૂરથી છૂટાં પડી ગયાં હતાં એ હરકત કેમેરામાં ઝડપાઈ ગઈ હતી.
થોડા સમય પહેલાં પણ એક ક્રિકેટ મેચ વખતે સારા સ્ટેડિયમમાં હાજર હતી અને શુભમન ગિલની રમત પર રિએક્ટ કરતી જોવા મળી હતી.
સારા અને શુભમન અગાઉ અનેક વખત સાથે સાથે દેખાયાં હતાં. જોકે, બાદમાં બંને વચ્ચે બ્રેક અપ થયાનું ચર્ચાતું હતું. થોડા સમય માટે શુભમનનું નામ સારા અલી ખાન સાથે પણ ચર્ચાયું હતું.