સંસ્કૃતિ દેશમાં 2જા નંબરે તો શ્રુતિ 8મા નંબર સાથે પાસ
કાંદિવલીની ટ્વિન્સ સીએમાં ઝળકી
પિતા, ભાઈ અને ભાભી સાથે હવે બંને બહેનો પણ સીએ, એકજ ઘરના 5 વ્યક્તિ સીએ
મુંબઈ : ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટંટ ઓફ ઈન્ડિયા' (આઈસીએઆઈ) દ્વારા નવેમ્બર મહિને લેવાયેલી સીએ પરીક્ષાનું પરિણામ મંગળવારે જાહેર થયું હતું. જેમાં ેશમાં બીજા નંબરે આવેલી કાંિ વલીની સંસ્કૃતિ પરોલિયાની સગી બહેન શ્રુતિએ ેશમાં આઠમો ક્રમાંક મેળવ્યો છે. આ ટ્વિન્સ એકસાથે સીએ બનતાં સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
સંસ્કૃતિ અને તેની બહેન બંને સીએ બનતાં હવે તેમના પરિવારમાં પાંચ જણ સીએ તરીકે કાર્યરત થયાં છે. આ બાબતે સંસ્કૃતિએ ે જણાવ્યાનુસાર, અંતિમ પરીક્ષા પહેલાં કેટલાંક મહિના અમે બંને બહેનો ૧૦ થી ૧૨ કલાક અભ્યાસ કરતી હતી. આથી જ આ સફળતા અમને મળી છે. મારા પિતા, મોટો ભાઈ અને ભાભી સીએ છે. હવે અમે બંને બહેનો પણ સીએ થતાં એકજ ઘરમાં પાંચ સીએ હોવાનો અમને આનંદ છે. આગળ થોડા વર્ષ નોકરી કરી પછી એમબીએનું શિક્ષણ પૂરું કરવાનો અમારો વિચાર છે.
બંને બહેનોનું કહેવું છે કે, સીએની પરીક્ષા આપતી વખતે તેમના પિતા તથા પરિવાર તેમના માટે પ્રેરણાદાતા બની રહ્યાં હતાં. તે બંને બહેનો દરરોજ સાથે ભણતી અને તમામ વિષયોને તેમણે પૂરો ન્યાય આપવા પ્રયાસ કર્યો હતો. સાથે જ બોરીવલીની સ્કૂલમાં ભણ્યા બાદ સાથે જ કૉલેજ અને ઘરમાં પણ કોચિંગ અને આઈસીએઆઈએ આપેલ અભ્યાસસામગ્રીને તેમણે સંપૂર્ણપણે અભ્યાસી હતી. બંને બહેનો સમાન તણાવમાંથી પસાર થતી હોવાથી તે બંને એકબીજાને સાચવી લેતી હતી. આથી અભ્યાસ સરળતાથી અને કોઈ હતાશા વિના પાર પાડવો એ તેમને માટે સહેલું બની રહ્યું હતું.