મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ED એ જ ખેલ પાડ્યો...' સંજય રાઉતે વડાપ્રધાન મોદી સામે તાક્યું નિશાન
ED એ ભાજપની એક્સટેન્ડેડ બ્રાન્ચ છે RSS બાદ જો ભાજપ કોઈનું માને તો તે EDનું માને: સંજય રાઉત
image ; Twitter |
મુંબઈ, તા. 06 ફેબ્રુઆરી 2024, મંગળવાર
Sanjay Raut on Arvind Kejriwal ED Raid: ED મની લોન્ડરિંગ તપાસ હેઠળ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અન્ય લોકોના આવાસ સહિત લગભગ 10 ઠેકાણે સર્ચ ઓપરેશન કરી રહી છે. હવે તેના પર ઉદ્ધવ ઠાકરે જૂઠના સાંસદ સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યુ છે.
શું બોલ્યા ઉદ્ધવ જૂઠના સાંસદ સંજય રાઉત?
શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે વડાપ્રધાન મોદી સામે નિશાન તાકતા કહ્યું કે, ED એ ભાજપની એક્સટેન્ડેડ બ્રાન્ચ છે RSS બાદ જો ભાજપ કોઈના પર વિશ્વાસ કરે છે તો તે ED છે. મહારાષ્ટ્ર, ઝારખંડ અને પશ્ચિમનો EDએ જ ખેલ પાડ્યો છે. અજિત પવાર વિશે તો વડાપ્રધાને પોતે કહ્યું હતું પરંતુ શું ત્યાં ED પહોંચી? કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ બિભવ કુમાર તથા દિલ્હી જલ બોર્ડના પૂર્વ સભ્ય શલભ કુમાર અને અન્ય કેટલાક લોકોના પરિસરમાં સર્ચ કરી રહ્યા છે.
EDએ મની લોન્ડરિંગના એક કેસની તપાસ હેઠળ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક લોકોના પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે દરોડા હેઠળ રાષ્ટ્રીય રાજધાનીમાં લગભગ 10 જેટલા ઠેકાણાની તલાશી કરવામાં આવી રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ સર્ચ મની લોન્ડરિંગ સંબંધિત હાલની તપાસના સંબંધમાં છે કે કોઈ નવા કેસ સાથે સંબંધિત છે.
કેન્દ્રીય એજન્સીના અધિકારીઓએ બિભવ કુમાર અને દિલ્હી જલ બોર્ડના પૂર્વ સદસ્ય શલભ કુમાર, પાર્ટીના રાજ્યસભાના સભ્ય અને રાષ્ટ્રીય ખજાનચી એનડી ગુપ્તાના કાર્યાલય સહિત અન્ય લોકોના ઠેકાણા પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.