દેશદ્રોહ મામલે સંજય રાઉતને મળી રાહત, 'સામના' માં PM મોદી વિરુદ્ધ વાંધાજનક લેખ લખવાનો હતો આરોપ

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
દેશદ્રોહ મામલે સંજય રાઉતને મળી રાહત, 'સામના' માં PM મોદી વિરુદ્ધ વાંધાજનક લેખ લખવાનો હતો આરોપ 1 - image


Image Source: Twitter

- આ કેસમાં કાયદાકીય અભિપ્રાય લીધા બાદ પોલીસે કેસમાંથી દેશદ્રોહનો આરોપ હટાવવાનો નિર્ણય કર્યો

મુંબઈ, તા. 19 ડિસેમ્બર 2023, મંગળવાર

શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતને આજે મોટી રાહત મળી છે. મહારાષ્ટ્ર પોલીસે સંજય રાઉત પર લાગેલા દેશદ્રોહના આરોપને હટાવી દીધો છે. અધિકારીએ કહ્યું કે, પોલીસ દ્વારા કાયદાકીય અભિપ્રાય અને અને સલાહ લીધા બાદ રાઉત વિરુદ્ધ દેશદ્રોહનો આરોપ હટાવી દેવામાં આવ્યો છે. 

આ કલમો હેઠળ નોંધાયો હતો કેસ

યવતલામ જિલ્લામાં સંજય રાઉત વિરુદ્ધ કેસ નોંધાયો હતો. રાઉત વિરુદ્ધ ઉમરખેડ પોલીસ સ્ટેશનમાં કલમ 124(A) (દેશદ્રોહ), 153(A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના વિરુદ્ધ કલમ 505 (2) પણ જોડી દેવામાં આવી હતી.

શું છે મામલો?

સંજય રાઉતે પોતાની પાર્ટીના મુખપત્ર 'સામના'માં એક લેખ લખ્યો હતો. સંજય રાઉત પર પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક લેખ લખવાનો આરોપ છે. રાઉત 'સામના'ના એક્ઝિક્યુટિવ એડિટર છે. સંજય રાઉતે સામના'માં પોતાની સાપ્તાહિક કોલમ 'રોખ ઠોક'માં પીએમ મોદી પર લેખ લખ્યો હતો. 

બીજેપી નેતાની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો કેસ

પોલીસે જણાવ્યું કે સંજય રાઉત વિરુદ્ધ બીજેપી નેતાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ કેસમાં કાયદાકીય અભિપ્રાય લીધા બાદ પોલીસે કેસમાંથી દેશદ્રોહનો આરોપ હટાવવાનો નિર્ણય કર્યો છે. પોલીસે જણાવ્યું કે આ માટે સરકારી વકીલની સલાહ પણ લેવામાં આવી હતી.


Google NewsGoogle News