સંજય ગાંધી નેશનલ પાર્કના સૌથી વયોવૃદ્ધ સિંહ રવીન્દ્રનું મોત
17 વરસની વૃદ્ધ ઉંમર હોવાથી 2 વર્ષથી બીમાર હતો
મુંબઇ : સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના રવીન્દ્ર નામના સિંહનું સોમવારે સાંજે ૫ઃ૩૦ કલાકે મૃત્યુ થયું હતું. રવીન્દ્ર રાષ્ટ્રીય ઉદ્યાનનો સૌથી મોટી ઉંમરનો સિંહ હતો. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે રવીન્દ્રની ઉંમર ૧૭ વર્ષની હતી. રવીન્દ્રને વૃદ્ધાવસ્થાની ઘણી શારીરિક સમસ્યાઓ હતી. પરિણામે તેનાં ઘણાં અંગ કાર્ય કરતાં નહોતાં. અમે છેલ્લાં બે વરસથી તેની સારવાર કરતાં હતા.
રવીન્દ્રનું મૃત્યુ થયું હોવાથી હવે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં જેસ્પા(૧૨) નામનો એક જ સિહ છે. રવીન્દ્ર ચાર વરસનો હતો ત્યારે ૨૦૦૯ના સપ્ટેમ્બરમાં માં તેને બેંગલુરુના બેનેરગટ્ટા પ્રાણી સંગ્રહાલયમાંથી મુંબઇ લાવવામાં આવ્યો હતો. હવે જોકે થોડા સમય બાદ ગુજરાતમાંથી સિંહ-સિંહણની જોડી મુંબઇ આવે તેવી વ્યવસ્થા થઇ રહી છે.