સંજય છાબરિયાને સુપ્રીમ કોર્ટે જામીન નકાર્યા
યસ બેન્ક સંબંધી મની લોન્ડરિંગ કેસ
હાઈ કોર્ટે તમામ પાસાં ધ્યાનમા લીધા હોવાની નોંધ કરી અરજી હાથ ધરવાનો ઈનકાર
મુંબઈ : યસ બેન્ક મની લોન્ડરિંગ કેસમાં ડિફોલ્ટ જામીન માટે સંજય છાબરિયાએ કરેલી અરજીને હાથ ધરવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો હતો. બોમ્બે હાઈ કોર્ટે તમામ પાસાં ધ્યાનમાં લીધા હોવાનું અને ગુનાની ગંભીતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. આથી છાબરિયાના વકિલે અરજી પાછી ખેંચી હતી.
છાબરિયાએ નવ ઓક્ટોબરે હાઈ કોર્ટે આપેલા ચુકાદાને પડકાર્યો હતો. ઈડીએ નિર્ધારિત ૬૦ દિવસમાં આરોપનામું દાખલ કર્યું હતું અને વધુ તપાસ માટે વિશેષ કોર્ટની પરવાનગી માગી હોવાથી અરજી ફગાવાઈ હતી.
કોર્ટે નોંધ કરી હતી કે ચાલી રહેલી તપાસમાં મની લોન્ડરિંગના વ્યાપક આરોપને ધ્યાનમાં લેવાઈ રહ્યો છે. વધુમાં એજન્સી માટે વધારાના પુરાવા અકેઠા કરવા તપાસ લંબવાવા સામે કોઈ બંધન નથી, એમ કોર્ટે નોંધ્યું હતું.