પાનસિંહ તોમરના લેખક સંજય ચૌહાણનું નિધન
આઈ એમ કલામ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો
62 વર્ષીય રાઇટરે મુંબઇની હોસ્પિટલમાં લીવરની બીમારીના કારણે અંતિમ શ્વાસ લીધા
મુંબઇ : પાનસિંહ તોમર ફિલ્મના લેખક સંજય ચૌહાણનું નિધન થઇ ગયું છે. ઇરફાન ખાનની ફિલ્મ પાન સિંહ તોમરના રાઇટર સંજય ચૌહાણે ગુરુવારે ૧૨ જાન્યુઆરીના રોજ મુંબઇની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
૬૨ વર્ષીય સંજય ચોહાણ ક્રોનિક લીવરની બીમારીથી પીડાતા હતા. તેણે આઇ એમ કલામની પણ વાર્તા લખી હતી. તેમજ સાહબ બીવી ઔર ગેન્ગસ્ટરની વાર્તા પણ લખી હતી.
સંજય ચૌહાણેને ૨૦૧૧માં ફિલ્મ આઇએમ કલામ માટે બેસ્ટ સ્ટોરીનો ફિલ્મફેયરએવોર્ડ મળ્યો હતો. તેણે મેંને ગાંધી કો નહીં મારા અને ધૂપ જેવી હટકે ફિલ્મોની વાર્તા પણ લખી હતી.
સંજય ચોહાણે પત્રકાર તરીકે કારકિર્દી શરૃ કરી હતી. ૧૯૯૦ના દાયકામાં તેણે સોની ટેલિવીઝન માટે ક્રાઇમ પર આધારિત શો ભંવરની વાર્તા લખીને મનોરંજન ઇન્ડસ્ટ્રી સાથે જોડાઇ ગયો, સુધીર મિશ્રાની હજારોં ખ્વાહિંશે ઐસી માટે સંજયે ડાયલોગ લખ્યા હતા.