Get The App

પૂર્વજોના ભારત આગમનની યાદમાં સંજાણ દિવસની ઉજવણીનો મુંબઈના પારસીઓમાં અનેરો ઉત્સાહ

Updated: Nov 14th, 2022


Google NewsGoogle News
પૂર્વજોના ભારત આગમનની યાદમાં સંજાણ દિવસની ઉજવણીનો મુંબઈના પારસીઓમાં અનેરો ઉત્સાહ 1 - image


15 નવેમ્બરે બે વર્ષના ગાળા બાદ 

ઇરાનમાં અત્યાચારથી ત્રાસીને આવેલા પારસીઓને સંજાણના રાજાએ આશ્રય આપવાની સાથે ધાર્મિક પ્રવૃત્તિની છૂટ આપી હતી

મુંબઈ :  મુંબઈના પારસીઓ ઉત્સાહિત છે. તેઓ ગુજરાતમાં સંજાણ જવા માટે તૈયાર છે, એટલું જ નહિ તેઓ અન્યોને પણ તૈયાર કરી રહ્યા છે.સંજાણની ટ્રિપ બે વર્ષના ગાળા પછી થઈ રહી છે. છેલ્લા બે વર્ષથી કોવિડને કારણે આ યાત્રા નહોતી થઈ શકી.

સંજાણ દિવસ દર વર્ષે ૧૫મી નવેમ્બરે ઉજવવામાં આવે છે. વિશ્વભરના પારસીઓ પોતાના પૂર્વજોની યાદમાં અને આ ઐતિહાસીક દિવસની યાદમાં સંજાણમાં એકત્ર થાય છે જે દિવસે તેમણે આ દેશમાં આશ્રય લઈને તેને પોતાનું વતન બનાવ્યું હતું.

પારસી પાદરીઓને તાલીમ આપતા દાદર અથોર્નન ઈન્સ્ટિટયુટના ધાર્મિક વિદ્વાન અને પ્રિન્સિપાલ રામિયાર કરાંજિયાએ જણાવ્યું કે આઠમી સદીમાં ઈરાનમાં અત્યાચારથી ત્રાસીને નાસેલા પારસીઓ સૌ પ્રથમ દિવમાં આવ્યા. અહીં તેઓ ૧૪થી ૧૮ વર્ષ રહ્યા પણ સ્થાયી નહોતા થઈ શક્યા. ત્યારબાદ તેઓ સંજાણ વહાણ દ્વારા ગયા જ્યાં તેમનો ભેટો રાજા જાદવ રાણા સાથે થયો જેણે તેમને માત્ર રહેવાની જ નહિ પણ આતશબહેરામ બાંધવાની પણ મંજૂરી આપી. 

ત્યારથી સંજાણ પારસીઓ માટે એક સીમાચિહ્નરૃપ સ્થાન રહ્યું છે અને સંજાણ સ્તંભ સ્મારક બન્યાના ૧૦૦થી વધુ વર્ષથી ઉજવણી થતી રહી છે.

કરંજિયાએ જણાવ્યું કે ૧૯૧૦માં તેમને સ્તંભના બાંધકામની જરૃર સમજાઈ. તેના માટે એક કમિટી બનાવવામાં આવી અને ૧૯૨૦માં તેની રચના થઈ. ત્યારથી લોકો અહીં ઉજવણી માટે આવે છે અને આ પરંપરા ચાલુ રહી છે.

તેમના સૌથી પવિત્ર ગણાતા ફાયર ટેમ્પલ ઈરાનશાહ સંજાણમાં લગભગ ૭૦૦ વર્ષ રહ્યા અને ત્યાર પછી અનેક ઠેકાણે ફરીને ૧૭૪૨માં ઉદવાડામાં સ્થાયી થયા. તેમના આગમનની ઉજવણી કરવા લોકો અહીં આવે છે. બે પાદરીઓ દ્વારા જશન (આભાર વ્યક્ત) કરતી વિધિ કરવામાં આવે છે જેના બાદ લોકો ભોજન કરે છે.

આ દિવસે દેશભરના ૪૦૦થી ૫૦૦ પારસીઓ સંજાણની મુલાકાતે આવે છે. પારસી સમુદાયના કેટલાક સભ્યો તો આ સ્થળે લોકોને લઈ આવવા ટ્રિપનું આયોજન પણ કરે છે.

લગભગ ૪૦થી ૫૦ લોકોને નફો નહિ રળવાના હેતુથી સંજાણ લઈ જવામાં આવે છે. સોમવારે વહેલી સવારે નીકળીને સંજાણથી બે કલાકના અંતરે આવેલા ડેવિયર ખાતે રોકાણ કરવામાં આવે છે. અહીં પ્રાર્થના કર્યા પછી સંજાણ જઈને જશનના આયોજન પછી સામુહિક ભોજન કરવામાં આવે છે. પારસી ટ્રસ્ટો દ્વારા આવી ટ્રિપ દર વર્ષે યોજવામાં આવે છે.

પારસીઓને કેટલીક ચેરિટી સંસ્થાઓ મુંબઈથી સંજાણની મફત એસી બસ સેવા પણ ચલાવે છે જેથી



Google NewsGoogle News