Get The App

સામંથા, વામિકાની રક્તબ્રહ્માંડના નિર્માણમાં કરોડોની ઉચાપત

Updated: Feb 19th, 2025


Google NewsGoogle News
સામંથા, વામિકાની રક્તબ્રહ્માંડના નિર્માણમાં કરોડોની ઉચાપત 1 - image


50 ટકા બજેટ 26 દિવસમાં જ વપરાઈ ગયું 

સ્ક્રિપ્ટમાં પણ અનેક લોચા જણાતાં  નેટફલિક્સ દ્વારા   પુનઃલેખનનો આદેશ

મુંબઇ - આદિત્ય રોય કપૂર, સામંથા રુથ પ્રભુ, વામિકા ગબ્બી તથા અલી ફઝલ જેવા જાણીતા કલાકારો ધરાવતી વેબ સીરિઝ 'રક્તબ્રહ્માંડ'ના નિર્માણમાં કરોડોની ઉચાપત થઈ ગઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. 

આ સીરિઝનું હજુ ૨૬ દિવસનું શૂટિંગ માંડ થયું છે ત્યાં જ તેના બજેટના ૫૦ ટકા રકમ વપરાઈ ગઈ છે. આ વાત ધ્યાન પર આવતાં નેટફ્લિક્સ દ્વારા સીરિઝના સર્જકોને ઓડિટનો આદેશ આપવામાં આવ્યો હતો. રાજ અને ડીકે આ સીરિઝ બનાવી રહ્યા છે. જોકે, તેમણે પોતાના સ્ટાફને કેટલીક નાણાકીય સત્તાઓ આપી દીધી હતી. તેનો દુરુપયોગ થયો હોવાનું કહેવાય છે. 

આ ઉપરાંત નેટફ્લિક્સને સીરિઝની  અત્યાર સુધીની સ્ક્રિપ્ટમાં પણ ભારે ગાબડાં જણાયાં છે. આથી  દિગ્દર્શક રાહી અનિલ બર્વે અને લેખિકા સીતા આર મેનનને સ્ક્રિપ્ટમાં અનેક ફેરફારો કરવા જણાવાયું છે. નેટફ્લિક્સ દ્વારા શરુઆતથી જ બાઉન્ડેડ સ્ક્રિપ્ટનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. જોકે, સર્જકોએ જેમ જેમ શૂટિંગ આગળ વધતું જાય તેમ તેમ સ્ક્રિપ્ટ આગળ લખતા જવાનો એપ્રોચ અપનાવ્યો હતો. આ અભિગમ નેટફ્લિક્સને પસંદ આવ્યો નથી.



Google NewsGoogle News