Get The App

સલમાનનાં શારીરિક શોષણને લીધે બોલીવૂડ છોડયું : સોમી અલી

Updated: Nov 5th, 2024


Google News
Google News
સલમાનનાં શારીરિક શોષણને લીધે બોલીવૂડ છોડયું : સોમી અલી 1 - image


નાઈટ સ્ટેન્ડની જેમ ઉપયોગ કર્યો, માર માર્યો

સલમાને સંગીતા , કેટરીના અને ઐશ્વર્યાની પણ બહુ સતામણી કરી છે

મુંબઇ :  સલમાને મારું બહુ શારીરિક શોષણ કર્યું અને મારો માત્ર નાઈટ સ્ટેન્ડ જેમ ઉપયોગ કર્યો હતો. સલમાને તેની અન્ય તમામ ગર્લફ્રેન્ડઝને પણ બહુ સતાવી છે તેવા આક્ષેપો સલમાનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ કર્યા છે. 

સોમીના દાવા અનુસાર સલમાન તેને બહુ મારપીટ કરતો હતો  પરિણામે તેણે  એક સંસ્થાનો સહકાર લેવો પડયો હતો. સલમાને મારી સાથે જે ખરાબ વર્તન કર્યું છે તેની વાસ્તવિક જાણકારી ફક્ત મારી માતા અને મારા અંગત મિત્રો જ જાણે છે. 

સોમી હાલ સલમાન ખાન સાથેના પોતાના સંબંધોને લઇને એક પુસ્તક પર કામ કરી રહી છે. તે પોતાની વ્યથાને જાહેરમાં લાવવાના પ્રયાસ કરી રહી છે.

સોમી અલીએ વધુમાં કહ્યું હતું કે, એક વખત તો મને સલમાન ખાને પીઠમાં એટલો બધો માર માર્યો હતો કે, અસહ્ય દુખાવાના કારણે હું લાંબા સમય સુધી પથારીવશ થઇ ગઇ હતી અને અભિનેત્રી તબ્બુ મારી આ હાલત જોઇને રડી પડી હતી.

સલમાન અને ઐશ્વર્યા વચ્ચે ડેટિંગ શરુ થતાં  સોમી અલી અને સલમાનનું બ્રેકઅપ થઇ ગયું હતું. સોમી અલીએ આ પછી ૧૯૯૯માં ભારત  છોડી દીધું હતું 

સોમી અલીએ કહ્યું હતું કે સંગીતા બિજલાની તથા કેટરિનાએ પણ સલમાનનો દુર્વ્યવહાર શરુ કર્યો છે. જોકે, તેમણે મારાં કરતાં અડધું પણ સહન કર્યું નથી. 

સોમીના દાવા અનુસાર સલમાને ઐશ્વર્યા સાથે પણ  દુર્વ્યવહાર કર્યો હતો . એકવાર તેણે ઐશ્વર્યાના ખભાનું હાડકું તોડી નાખ્યું હતું.


Tags :
Salmanphysicalabuse

Google News
Google News