Get The App

મોતની ધમકીઓ સામે સલમાનની ફિલોસોફી, જિતની ઉમર લિખી હૈ,ઉતની લિખી હૈ

Updated: Mar 27th, 2025


Google News
Google News
મોતની ધમકીઓ સામે સલમાનની ફિલોસોફી, જિતની ઉમર લિખી હૈ,ઉતની લિખી હૈ 1 - image


સલમાન ખાનની નવી ફિલ્મ સિકંદર રવિવારે રિલિઝ થશે 

હવે હું ઘર ગેલેક્સીથી શૂટ કરવા જાઉં છું અને શૂટ કરી ગેલેક્સી પર પાછો આવું છું. બીજે ક્યાંય જતો નથીઃ સલમાન

મુંબઇ - લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી મળતી મોતની ધમકીઓ બાબતે બોલીવૂડના સુપરસ્ટાર સલમાનખાને ફિલોસોફિકલ ટોનમાં જવાબ આપતાં જણાવ્યું હતું કે જિતની ઉમર લિખી હૈ, ઉતની લિખી હૈ. હમણાં સુધી બાન્દ્રામાં સાયકલ લઇ ફરતાં સલમાન ખાનની સુરક્ષા મોતની ધમકીઓને પગલે વધી ગઇ હોવાથી તેના હરવા ફરવા પર પાબંદીઓ આવી ગઇ છે.

 રવિવારે રજૂ થનારી પોતાની ફિલ્મ સિકંદરના પ્રમોશનની એક ઇવેન્ટમાં પત્રકારો સાથે વાત કરતાં સલમાન ખાને બુધવારે રાત્રે જણાવ્યું હતું કે ભગવાન, અલ્લાહ સબ ઉપર હૈ. જિતની ઉમર લિખી હૈ, ઉતની લિખી હૈ. બસ યહી હૈ. મારી સુરક્ષા બાબતે હું કશું કરી શકું તેમ નથી. ખલ્લાસ. હવે હું ઘર ગેલેક્સીથી શૂટ કરવા જાઉં છું અને શૂટ કરી ગેલેક્સી પર પાછો આવું છું. બીજે ક્યાંય જવાનું નહીં.  ૧૯૯૮માં કાળિયારના શિકારના કેસમાં આરોપી સલમાનખાન જોધપુર કોર્ટમાં હાજરી આપવા ગયો ત્યારે ૨૦૧૮માં જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇએ તેને મારી નાંખવાની ખુલ્લેઆમ ધમકી આપી તે પછી સલમાનની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. એ પછી એપ્રિલ ૨૦૨૪માં બિશ્નોઇ ગેંગના મનાતાં બે શૂટર્સે  ગેલેક્સી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. એ પછી સલમાનખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીને બુલેટ પ્રુફ કાચથી આવરી લેવામાં આવી છે અને સીસીટીવી કેમેરાની સંખ્યા વધારી દેવામાં આવી છે. બે મહિના પછી નવી મુંબઇની પોલીસે દાવો કર્યો હતો કે સલમાન જ્યારે પનવેલમાં આવેલાં તેના ફાર્મ પર જતો હતો ત્યારે તેને મારી નાંખવાનું કાવતરૃં પકડી પાડયું હતું. ઓક્ટોબર ૨૦૨૪માં સલમાનખાનના જિગરી દોસ્ત અને રાજકારણી બાબા સિદ્દીકીની ધોળે દહાડે બાન્દ્રામાં હત્યા થયા બાદ સલમાન ફરતે સુરક્ષાને વધારે કડક બનાવાઇ છે. 

સલમાન ખાને સુરક્ષા વ્યવસ્થાને કારણે બદલાયેલી પોતાની રોજિંદી જિંદગી વિશે જણાવ્યું હતું કે હું જ્યારે પ્રેસ સાથે નથી હોતો ત્યારે આ સુરક્ષા વ્યવસ્થાને કારણે મારી સ્ટાઇલ પર અસર પડે છે. સલમાનખાનને મળવા આવનારાં પત્રકારોને પણ સુરક્ષા કર્મચારીઓએ હાથ પકડી તત્કાળ દૂર કર્યા હતા.


Tags :