સુરક્ષાને ધ્યાને રાખી સલમાનના એપાટેમેન્ટમાં રિનોવેશન
બાલ્કની અને બારીઓને ફૂલપ્રૂફ બનાવાઈ
એપાર્ટમેન્ટ પર ફાયરિંગ બાદ સલમાને ગેલેરીમાં આવવાનું બંધ કર્યું છે
મુંબઇ : સલમાન ખાનનાં મુંબઈના બાંદરા ખાતે આવેલાં ગેલેક્સી એપાર્ટમેન્ટનું રિનોવેશન શરુ કરાયું છે. એપાર્ટમેન્ટની બારીઓ તથા ગેલેરીઓમાં સુરક્ષા વિષયક છીંડા પૂરવામાં આવી રહ્યા છે.
સંખ્યાબંધ શ્રમિકો એપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા હોય તેવા વીડિયો વાયરલ થયા છે.
ભૂતકાળમાં સલમાન એપાર્ટમેન્ટની ગેલેરીમાં આવી તેના ચાહકોને ઝલક આપતો હતો. પરંતુ બિશ્નોઈ ગેંગની ધમકીઓ અને ખાસ તો ગત એપ્રિલ માસમાં તેના ઘર પર ગોળીબાર બાદ પોલીસે સલમાનને ગેલેરીમાં નહિ આવવા જણાવ્યું છે. હવે આ એપાર્ટમેન્ટ પાસે ચાહકોનાં ટોળાં પણ એકઠાં થવા દેવાતાં નથી.
બાંદરામાં સલમાન અને શાહરુખ ખાનનાં ઘર બહુ પાસપાસે છે. શાહરુખના મન્નત બંગલો પાસે કાયમ ચાહકોનાં ટોળાં જામેલાં જોવા મળે છે. પરંતુ, સલમાનના ઘર પાસે પોલીસની ગાડી સતત તૈનાત હોય છે અને કોઈ પણ વ્યક્તિને ત્યાં અટકવા દેવાતી નથી