સલીમ ફ્રૂટના ભત્રીજા ફૈઝલ કુરેશીની ડ્રગ્સ સાથે ધરપકડ

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
સલીમ ફ્રૂટના ભત્રીજા ફૈઝલ કુરેશીની ડ્રગ્સ સાથે ધરપકડ 1 - image


- છોટા શકીલના સાળાનો પરિવાર પણ ડ્રગના ધંધામાં 

- ફૈઝલ કુરેશીને માલવણીમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડયોઃ સલીમ હાલ એનઆઈએની કસ્ટડીમાં

મુંબઈ : ગેંગસ્ટર સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટના ભત્રીજા ફૈઝલ કુરેશીની શનિવારે રાત્રે પોલીસે માલવણી વિસ્તારમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હતી. સલીમ ફ્રૂટ ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના નજીકના સાથી છોટા શકીલનો સાળો છે.

૨૦૦૬માં સલીમ ફ્રૂટની મુંબઈ પોલીસની ખંડણી વિરોધી શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલ પણ આતંકવાદીઓ સાથેના સંબંધને લઈને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)ની કસ્ટડીમાં છે. થોડા સમય પહેલાં દાદર પોલીસે છેતરપિંડીનો એક કેસમાં તેની ધરપકડ કરી હતી. ફ્રૂટ પર અન્ય છ જણ સાથે મળી પ્રોપર્ટીના બનાવટી દસ્તાવેજો બનાવવાનો આરોપ છે.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર કુરેશી પાસેથી શનિવારે ત્રણ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યા બાદ પોલીસે તેની સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસનાજણાવ્યાનુસાર તેમને એવી ખાતરીદાયક માહિતી મળી હતી કે કુરેશી ડ્રગ્સ સપ્લાય કરવાની પ્રવૃત્તિમાં રોકાયેલો છે.

ત્યારબાદ પોલીસે છટકું ગોઠવ્યું હતું અને તેની પાસે એક બોગસ ગ્રાહક મોકલ્યો હ તો. ત્યારબાદ કુરેશી પાસેથી આઠ હજાર રૂપિયાની કિંમતનું ત્રણ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. કુરેશીનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી.

ભાગેડુ ગેંગસ્ટર શકીલના સંબંધી સલીમ ફ્રૂટની ડી કંપની વતી આતંકવાદી પ્રવૃત્તિઓને સુમ બનાવવા બદલ એનઆઈએ દ્વારા ઓગસ્ટ ૨૦૨૨માં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એકટ હેઠળ આરોપ મૂકી કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ તે એનઆઈએની કસ્ટડીમાં છે.


Google NewsGoogle News