નિરવ મોદીની લંડનની મિલકતના વેચાણની રકમ ભારતને સોંપવામાં આવેઃ કોર્ટ

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
નિરવ મોદીની લંડનની મિલકતના વેચાણની રકમ ભારતને સોંપવામાં આવેઃ કોર્ટ 1 - image


હીરાના ભાગેડુ વેપારીના લંડનના ઘરની લીલામીની મંજૂરી 

ચોક્કસ આદેશ વિના લીલામની રકમ ભારત લાવવામાં મુશ્કેલી થવાની ઈડીની રજૂઆત માન્ય

મુંબઈ: હીરાના ભાગેડુ વેપારી નિરવ મોદીની લંડનમાં આવેલી સ્થાવર મિલકતની લીલામીમાંથી મળનારી રકમ ભારત સરકારને ટ્રાન્સફર થવી જોઈએ એવો આદેશ મુંબઈની કોર્ટે ૩૦ માર્ચે આપ્યો છે.

વિશેષ જજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની અરજી પર આ આદેશ આપ્યો હતો. મોદી અને તેની કંપની સામે બેન્કોના સમૂહ સાથે ઉચાપત કરવા અંગેના મની લોન્ડરિંગના કેસની તપાસ કરી રહી છે.

મુંબઈની કોર્ટે ૩૦ માર્ચે આપેલા આદેશમાં જણાવ્યુંહતું કે લંડનમાં મોદીની સ્થાવર મિલકતની લીલામીમાંથી મળેલી રકમ ભારત સરકારને સોંપાવી જોઈએ.

જૂન ૨૦૨૦માં નિરવ મોદીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરાયા બાદ એજન્સીએ મોદી સાથે સંકળાયેલી ૬૮ મિલકતોને ટાંચ મારવા અરજી કરી હતી. આમાં લંડનના ઘરનો પણ સમાવેશ થાય છે.

ઈડીએ દાવો કર્યો હતો કે ડિપોઝીટ ટ્રસ્ટે આ ઘર ગેરકાયદે કબજામાં લીધું છે અને યુનાઈટેડ કિંગડમ (યુકે)માં નિકાલ કરવાની વિનંતી કરી હતી. બ્રિટનની કોર્ટે ટ્રસ્ટન મોદીના ઘર સહિતની મિલકતનું લીલામ કરવાની પરવાનગી આપી છે. ઈડીએ આ પ્રક્રિયામાં મધ્યસ્થી કરવાની દાદ માગી હતી. લીલામની રકમ ભારતને આપવાના વિસ્તૃત આદેશ વિના રકમ ભારતમાં લાવવી મુશ્કેલ પડી શકે છે.

મુંબઈની કોર્ટે માત્ર મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો પણ વેચાણની રકમ મેળવવાનું જણાવ્યુંનથી જે લંડનમાંથી વેચાણની રકમ લાવવા માટે જરૂરી છે.આ અનુસાર ઈડીએ ચોક્કસ આદેશમાટે અરજી કરી  છે જે અનુસાર વિશેષ એફઈઓ જજ મેન્જોગેએ ૩૦ માર્ચે આદેશ આપ્યો હતો.

જજે આદેશમાં જણાવ્યું હતું કે ન્યાયની દ્રષ્ટીએ કોર્ટે આપેલા આદેશમાં  સ્પષ્ટતા અને સુધારો કરવો જરૂરી છે અન્યથા કોર્ટે આપેલો જપ્તીનો આદેશ રદબાતલ થઈ જશે. વેચાણ, લીલામ કે અન્ય રીતે નિકાલ કરવાથી મળનારી રકમ કેન્દ્ર સરકારને ચૂકવવામાં આવે કેમ કે આ રકમ મેળવવાનો અધિકાર છે.


Google NewsGoogle News