એનસીસીએફ દ્વારા 60 રુપિયે કિલોના ભાવે ટમેટાનું વેચાણ
ભાવા કાબૂમાં લેવા માટે હસ્તક્ષેપ
ચિંચપોકલી, લોવર પરેલ, સાયન સર્કલ, બોરીવલીની એનસીસીએફની ઓફિસમાં છુટક ભાવે ટામેટા મળશે
મુંબઇ - શાકભાજી બજારમાં સમયસર હસ્તક્ષેપ કરીને છુટક બજારમાં આકાશને આંબી રહેલા ટામેટાના ભાવને નિયંત્રણ લાવવા ધ નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનસીસીએફ) હોસલેલ મંડીઓમાંથી ટામેટા ખરીદીને છુટક બજારમાં પ્રતિ કિલોગ્રામ રૃા. ૬૦ના ભાવે વેચવાનું શરુ કર્યું છે.
છુટક બજારના વેપારીઓ વ્યાજબી નફો રાખીને વેચાણ કરે તેવું એનસીસીએફનું લક્ષ્ય છે. ભાવ વધ્યા હોવાનો વચેટિયાઓ ફાયદો નહીં મેળવી શકે તે દ્રષ્ટિએ એનસીસીએફે ટામેટા બજારમાં હસ્તક્ષેપ કર્યો છે.
ચિંચપોકલી/લોઅર પરેલ, સાયન સર્કલ, વર્લીનાકા અને બોરીવલી ઇસ્ટના અશોકવનમાં આવેલી એનસીસીએફની ઓફિસ પર ટામેટા મળશે. તાજેતરમાં છુટક બજારોમાં ટામેટાના ભાવ પ્રતિ કિલોગ્રામ રૃા. ૧૦૦થી પણ વધી ગયા હતા. જે હવે કાબુમાં આવી રહ્યા છે. જૂન મહિનામાં શાકભાજી અને અનાજના ભાવ આધારિત ફુગાવો વધીને ૮.૩૬ ટકા થયો હતો.