મુંબઈમાં આવતી કાલથી ચોપાટીના દરિયે શઢવાળી નૌકાની સ્પર્ધા
મરીન ડ્રાઇવ અને ચોપાટી પરથી નઝારો જોઈ શકાશે
26મી જાન્યુઆરી સુધી ચાલનારી સેઇલ-ઇન્ડિયા 2025 સ્પર્ધામાં દેશભરના ટોચના નાવિકો ભાગ લેશે
મુંબઈ - મુંબઈમાં ગિરગાંવ ચોપાટીના દરિયામાં આવતી કાલે મંગળવારથી શરૃ થનારી શઢવાળી નૌકાની સ્પર્ધામાં દેશના ટોચના નાવિકો અને સ્પર્ધકો ભાગ લેશે અરબી સમુદ્રમાં રંગબેરંગી શઢવાળી નૌકાઓ વચ્ચે સ્પર્ધાનો આ નઝારો ચોપાટીના દરિયા કિનારેથી અને મરીન ડ્રાઇવની પાળીએ ઊભા રહીને જોઈ શકાશે. ૨૬મી જાન્યુઆરી સુધી આ સ્પર્ધા ચાલવાની છે.
સેઇલ ઇન્ડિયા-૨૦૨૫ સ્પર્ધાનું આયોજન યોટિંગ એસોસીએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ મુંબઈ મહાપાલિકાના સહયોગથી કરવામાં આવ્યું છે. આ વખતે દેશભરમાંથી આવેલા ૧૨૦ સ્પર્ધકો વચ્ચે સાગરતી સપાટી પર રસાકસી જોવા મળશે.