હોસ્પિટલ લઈ જનારા રિક્ષા ચાલકને મળી સૈફએ પુરસ્કાર આપ્યો
સૈફએ સમગ્ર પરિવાર સાથે ડ્રાઈવરનો પરિચય કરાવ્યો
અભિનેતાએ આભાર માની મારી પ્રશંસા કરી, મને પૈસા આપ્યા , જરુર પડે મદદની ખાતરી પણ આપી ડ્રાઈવર
મુંબઈ - બાંદરાના ઘરમાં બાંગ્લાદેશી આરોપીએ ચાકુથી હુમલો કર્યા બાદ ગંભીરપણે જખમી થયેલા સૈફ અલી ખાનને હોસ્પિટલમાં લઈ જનારા રિક્ષા ડ્રાઇવરને અભિનેતા મળ્યો હતો અને મદદ માટે આભાર માન્યો હતો.
સૈફે તેને પૈસા આપ્યા હતા અને જ્યારે પણ જરૃર પડે ત્યારે તેને તમામ મદદની ખાતરી આપી હતી.
બાંદરામાં આવેલી બિલ્ડિંગની ૧૨મા માળે રહેતા સૈફના ઘરમાં ચોરીના ઇરાદે ઘૂસેલા આરોપીએ ચાકુના ઉપરાઉપરી ઘા ઝીંકી લોહીલુહાણ કરી દીધો હતો.
સૈફને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરી ઇમરજન્સી સર્જરી કરવામાં આવી હતી તે ગઈ કાલે હોસ્પિટલમાંથી રજા મળતા ઘરે પરત ફર્યો હતો.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેતા પહેલા ખાન રિક્ષા ડ્રાઇવર ભજનસિંહ રાણાને મળ્યો હતો.
સૈફ પર ધારદાર શસ્ત્રથી એટેક કરાયો તે સમયે ડ્રાઇવરે કહ્યું હતું કે હું સતગુરુ દર્શન બિલ્ડિંગ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક મહિલા અને અન્ય કેટલાક લોકોએ તેને રિક્ષા રોકવા કહ્યું હતું. ત્યાર બાદ સફેદ કુર્તામાં લોહીથ લથપથ વ્યક્તિ રિક્ષામાં બેઠો હતો. મેં જોયું તેની ગરદન, પીઠમાં ઈજા થી હતી. તે (સૈફ) રિક્ષામાં આવ્યો ત્યારે સાત-આઠ વર્ષનો છોકરો, એક યુવક સાથે હતા.
જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેણે ગેટ પરના ગાર્ડને બોલાવીને કહ્યું, પ્લીઝ સ્ટ્રેચર લાવો, હ ું સૈફ અલી ખાન છું.
ત્યારે ડ્રાઇવર રાણાએ વધુમાં કહ્યું હતું કે તેણે અભિનેતા પાસેથી ભાડાની રકમ લીધી નહોતી.
ગઈ કાલ ે ડ્રાઇવર હોસ્પિટલમાં સૈફને મળ્યો હતો. હોસ્પિટલમાં પહોંચાડવા મદદ કરવા બદલ અભિનેતાએ આભાર માન્યો હતો.
ડ્રાઇવર રાણાએ કહ્યું કે તેણે મારી પ્રશંસા કરી હતી. સૈફ અને તેના પરિવાર તરફથી આશીર્વાદ મળ્યા હતા. ખાને મને તેની માતા (શર્મિલા ટાગોર) સાથે પરિચય કરાવ્યો હતો અને હું તેમને પગે લાગ્યો હતો. તેમને જે યોગ્ય લાગ્યા તે પૈસા મને આપ્યા અને કહ્યું કે જ્યારે પણ મને મદદની જરૃર હોય ત્યારે તમામ મદદની ખાતરી આપી હતી.