છોટા શકીલના સાગરિત રિયાઝે જેલમાં બેઠા બેઠા સાક્ષીને ધમકાવ્યો
ભાટી સામે વરસોવા પોલીસ મથકે ખંડણીનો કેસ નોંધાયો છે
ધમકીનું રેકોર્ડિંગ કરી લેવાયા બાદ ખાર પોલીસ મથકે ફરિયાદઃ વિરુદ્ધમાં જુબાની આપશે તો હત્યાની ધમકી
મુંબઈ : છોટા શકીરના સાગરિત રિયાઝ ભાટીએ એક ખંડણી કેસમાં સાક્ષીને તેની વિરુદ્ધ અદાલતમાં જવા સામે જેલમાં બેઠાં બેઠાં ધમકીનો ફોન કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ભાટી સામે ખંડણી તથા હત્યાની ધમકીનો એક કેસ નોધાયેલો છે. આ કેસમાં તેણે તથા અન્ય એક સાગરિતે સાથે મળીને સાક્ષીને ધમકી આપી હતી કે તે તેમની વિરુદ્ધ અદાલતમાં જુબાની આપશે તો તેની હત્યા થઈ જશે.
ખંડણી કેસમાં ભાટી ઉપરાંત શકીલના સાળા સલીમ ફ્રૂટ સહિત અન્ય પાંચ આરોપીઓ પણ છે. મુંબઈ પોલીસે તમામ આરોપીઓ પર મકોકા લગાડયો છે. આ તમામ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
ગયા અઠવાડિયે ખાર પોલીસે ભાટી સામે નોંધેલી નવી એફઆઈઆર મુજબ ૪૩ વર્ષના વેપારીએ આરોપ મૂક્યો હતો ક પોતાના ૧૦ વર્ષ જૂના પરિચિત ે રાજેશ બજાજે તેે ને વરસોવા પોલીસ મથખે નોંધાયેલા એક કેસમાં ભાટીની તરફેણમાં નિવેદન આપવા માટે ધમકી આપી હતી. ભાટી પણ તેને વરસોવા પોલીસ મથક પાસે મળ્યો હતો અને પોતાની તરફેણમાં જુબાની આપવા કહી ધાકધમકી આપી હતી.
વર્ષ ૨૦૨૧માં વેપારીના મિત્રે ભાટી વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો.
આ કેસની ફરિયાદ મુજબ ભાટીએ તેની પત્નીનો વેપારીના મિત્ર સાથે પરિચય કરાવ્યો હતો અને આ મહિલા તેની મિત્ર હોવાનો દાવો કર્યો હતો. ભાટીએ તેની પત્નીને પણ કથિત ધમકી અને પૈસાની લાલચ આપી વેપારી અને તેના મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. ત્યારબાદ ભાટીએ કથિત રીતે વેપારી અને તેના મિત્ર પાસેથી તેના પત્ની સાથે જાતીય સંબંધો બાંધવા બાબતે પૈસા પડાવ્યા હતા.
આ વર્ષના ઓગસ્ટ મહિનામાં બજાજે વેપારીને છોટા શકીલ ગેંગ સાથે તકરાર નહીં વહોરવા જણાવ્યું હતું. ગઈ ચોથી નવેમ્બરના રોજ, વેપારી જ્યારે વર્સોવા પોલીસે સ્ટેશનના નોંધાયેલા કેસ સંદર્ભે કોર્ટમાં હાજર થવાનો હતો ત્યારે તેને ભાટીનો ફોન આવ્યો હતો. આ સમયે ભાટીએ તેને જણાવ્યું હતું કે અન્ય લોકો (સાક્ષીઓ)ને પણ તેની વિરુદ્ધ ફરિયાદ ન કરવાનું કહેવામાં આવ્યું હતું.
ભાટી જેલમાં બંધ હોવાની જાણ પાછળથી વેપારીને થતા તે ચોંકી ગયો હતો અને ત્યારબાદ તેણે તેના મિત્રને વાતચીત રેકોર્ડ કરવા અને કોકને સ્પીકર મોડ પર મૂકવા કહ્યું હતું. આ વાતચીત રેકોર્ડ કર્યા પછી વેપારીએ જ્યારે પોલીસનો સંપર્ક કર્યા પછી વેપારીએ ખાર પોલીસનો સંપર્ક કર્યો હતો અને ભાટી તેના પુત્ર અને બજાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી . ફરિયાદના આધારે ભાટી અને અન્ય લોકો સામે આઈપીસીની કલમ ૧૯૫ એ (વ્યક્તિને ખોટા નિવેદન આપવા દમકી આપવી) ૫૦૬-૨ (ગુનાહિત ધમકી) અને ૩૪ (સમાન ઈરાદા) હેઠળ એફઆઈઆર નોંધી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.