સ્ટોલ ધારકો કરતાં પ્રવાસીઓની સુરક્ષા મહત્ત્વનીઃ હાઈકોર્ટ

Updated: May 18th, 2024


Google NewsGoogle News
સ્ટોલ ધારકો કરતાં પ્રવાસીઓની સુરક્ષા મહત્ત્વનીઃ હાઈકોર્ટ 1 - image


જગ્યા ઓછી પડતાં સ્ટોલ અન્યત્ર ખસેડવાની નોટિસને પડકાર

રેલવે પ્લેટફોર્મ મુખ્યત્વે પ્રવાસીઓ માટે હોવાનું નોંધીને દાદરના સ્ટોલ ધારકની અરજી નકારી

મુંબઇ: રેલવે પ્લેટફોર્મ મુખ્યત્વે પ્રવાસીઓ માટે હોય છે. તેના પર પ્રવાસીઓ સરક્ષીતપણે હરીફરી શકવા જોઈએ. વ્યવસાયિકોનું હિત પ્રવાસીઓની સુરક્ષા કરતાં વધુ મહત્ત્વનું નથી. સાર્વજનિક આરોગ્યના નામ હેઠળ લાખો પ્રવાસીઓના જીવ જોખમમાં નાખવા દઈશું નહીં, એવોે મહત્ત્વનો મત હાઈ કોર્ટે વ્યક્ત કરીને દાદર ખાતે સ્ટોલધારોની અરજી ફગાવી હતી.

ન્યા. સંદીપ માણે અને ન્યા. નીલા ગોખલેની વેકેશન બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. પ્લેટફોર્મ પરના સ્ટોલ બીજે ખસેડવા સંબંધી રેલવે પ્રશાસને આપેલી નોટિસને પડકારવામાં આવી હતી. પ્રશાસને સૂચવેલી જગ્યા રેલવે સ્ટેશનથી દૂર છે. બાજુમાં પ્રસાધનગૃહ છે. આથી સ્ટોલ પર ગ્રાહકો આવશે નહીં અને વ્યવસાય પર  પરિણામ થશે, એવો દાવો સ્ટોલધારક રુકમણી અગ્રવાલે કર્યો હતો.

જોકે કોર્ટે નિરીક્ષણ કય હતંં કે સાર્વજનિક આરોગ્યના નામે સ્ટોલધારકને લાખો પ્રવાસીઓના જીવ જોખમમાં નાખવા દઈ શકાય નહીં. પ્લેટફોર્મ પર પ્રવાસીઓની સુરક્ષીત અવરજવર કરવા માટે પ્રશાસને જો સ્ટોલ અન્યત્ર ખસેડવાનો નિર્ણય લીધો હશે તો તેમાં કોર્ટ હસ્તક્ષેપ કરશે નહીં, એમ કોર્ટે જણાવ્યું હતુંં. રેલવે સ્ટેશનથી થોડા અંતરે સ્ટોલ ખસેડવાથી આજીવિકા પર કઈ રીતે અસર થઈ શકે?

પ્લેટફોર્મ મુખ્યત્વે પ્રવાસીઓ માટે હોય છે. વધુ નફો રળવાના ખાનગી હિત કરતાં પ્લેટફોર્મનો ઉપયોગ કરતા લાખો પ્રાવીસીઓના હિતને પ્રાધાન્ય આપવું જોઈએ. 

દાદર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક નવ અને દસ પરના ફૂટઓવર બ્રિજ પાસે અરજદાર અગ્રવાલનો કેટરિંગ સ્ટોલ છે.પ્લેટફોર્મ પર પ્રવાસીઓને જગ્યા અપૂરતી પડવા લાગી હતી. આથી પ્રશાસને આ સ્ટોલ બીજી તરફ ખસેડવાનો નિર્ણય લઈને અગ્રવાલને પાંચ વાર નોટિસ મોકલાવી હતી. નોટિસ સામે તણે કોર્ટમાં દાદ માગી છે.


Google NewsGoogle News