હોટેલિયર પાસેથી ખંડણી માગવાના કેસમાં સચિન વાઝેને જામીન મંજૂર

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
હોટેલિયર પાસેથી ખંડણી માગવાના કેસમાં સચિન વાઝેને જામીન મંજૂર 1 - image


ગુનાની અડધાથી વધુ સજા ભોગવી લીધી હોવાની દલીલ

મુંબઈ :  વિશેષ સીબીઆઈ કોર્ટે માજી પોલીસ અધિકારી સચિન વાઝેને ૨૦૨૧ના ખંડણીના કેસમાં જામીન મંજૂર કર્યા છે. આ કેસમાં હોટેલિયર ફરિયાદી હતો.

મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન નકારતાં વાઝેએ ઓગસ્ટમાં વિશેષ કોર્ટમાં અરજી કરી હતી. એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં હાલ અદાલતી કસ્ટડીમાં રહેલા વાઝે સામે ઈડી અને સીબીઆઈ તપાસ ચલાવી રહી છે. નવેમ્બર ૨૦૨૧માં તેની ધરપકડ થઈ હતી. 

વાઝેએ અરજીમાં દલીલ કીર હતી કે તેની સામેના ગુનામાં કાચા કેદી તરીકે મહત્તમ ત્રણ વર્ષની મહત્તમ સજા છે. પોતે અડધાથી વધુ સજા પૂરી કરી નાખી છે. આથી તેને જામીન મળવા જોઈએ.

ગોરેગાંવ પોલીસે વાઝે, માજી પોલીસ કમિશનર પરમબીર સિંહ અને અન્યો સામે હોટેલિયર બીમલ અગ્રવાલ અને સિવિલ કોન્ટ્રેક્ટરે કરેલી ફરિયાદને આધારે ઓગસ્ટ ૨૦૨૧માં કેસ નોંધ્યો હતો. પોતાના બે બાર સામે કેસ કરવાની ધમકી આપીનેરૃ. ૧૧.૯૨ લાખ પડાવ્યા હોવાનો અગ્રવાલે આરોપ કર્યો હતો. આ કેસ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને  સોંપ્યો હતો.



Google NewsGoogle News