ડાન્સર-કોરિયોગ્રાફર ધનશી વર્મા અને ક્રિકેટર યુજવેન્દ્ર ચહલના છૂટાછેડાની અફવા
યુગલે સોશયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે
મુંબઇ : ડાન્સર-કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ છૂટાછેડા લેવાની અફવા ચાલ છે.જોકે આ વાતને સત્તાવાર પુષ્ટિ મળી નથી.પરંતુ મળેલી જાણકાર અનુસાર અંદાજ લગાડવામાં આવી રહ્યો છે બન્ને અલગ થઇ રહ્યા છે. યુગલે સોશિયલ મીડીયા પર એકબીાને અનફોલો કરી દીધા પછી ડાઇવોર્સની અફવા ચગી છે. જોકે ક્રિકેટરની એકન જીકની વ્યક્તિએ જણાવ્યું હતું કે. તેઓ છૂટાછેડા લેવાના છે. જોકે છૂટાછેડાની કાર્યવાહીને હજી સુધી અંતિમ રૃપ આપવામાં આવ્યું નથી. ઓફિશિયલ થતા હજી થોડો સમય લાગશે.પરંતુ એક વાત ચોક્કસ છે કે તેમણે જીવનમાં પોત-પોતાની રીતે આગળ વધવાનો નિર્ણય લઇ લીધો છે.
યુગલે ૨૦૨૦માં ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેમજ બન્ને જણા ડાન્સ વીડિયો પણ શેર કરતા હતા. પરંતુ હવે તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક-બીજાને અનફોલો કરી દીધા છે. એટલું જ નહીં સાથેની તસવીરો પણ ડિલીટ કરી નાખી છે. જોકે ધનશ્રીએ હજી થોડી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર રહેવા દીધી છે.
યુગલની પ્રેમ કહાની ડાન્સથી શરૃ થઇ હતી. લોકડાઉન સમયે બન્ને નજીક આવી ગયા હતા તેમજ સાથે ડાન્સ કરતાં કરતાં તેઓ પ્રેમમાં પડી ગયા હતા અને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે છેલ્લા થોડા સમયથી યુગલ સાથે જોવા મળી રહ્યું નથી.